દહેગામના ઝાકમાં ફૂડ પોઈઝનિંગ બાદ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર, કલેક્ટરે લીધી મુલાકાત લીધી

રાત્રિભોજન લીધા બાદ મોડી રાત્રિથી જ બાળકોને અસ્વસ્થતા જણાવા લાગી હતી. તેમને આંખે ઝાંખું દેખાવું, પેટમાં તીવ્ર દુખાવો અને જોવામાં તકલીફ જેવી સમસ્યાઓ શરૂ થઈ હતી.

ગાંધીનગર, મંગળવાર
દહેગામ તાલુકાના ઝાક ગામમાં આવેલી જે. એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તાત્કાલિક તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, હાલ તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે તાત્કાલિક ગાંધીનગર સિવિલ પહોંચ્યા હતા. તેમણે સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લીધી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. આ ઉપરાંત, કલેક્ટરએ સિવિલના ડોક્ટર્સ અને જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રાંત પાર્થ કોટડીયા અને જિલ્લા આરોગ્ય અધિકારી એ.જે. વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂડ પોઈઝનિંગ જેવી અસર થતાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, પરંતુ હાલ તમામ બાળકો સ્વસ્થ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બપોરનું ભોજન જમ્યા પછી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝિંગ જેવી અસર થતા તેમની તબિયત લથડી હતી, જેના પગલે વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!