દહેગામ પાવરગ્રિડમાં યોજાઈ રંગોની સ્પર્ધા, 14,000 વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલા ટોપ 100 એ આપ્યો ‘ઊર્જા બચત’નો સંદેશો

પાવરગ્રિડ અને BEE દ્વારા દહેગામ ખાતે રાજ્ય કક્ષાની ચિત્રકલા સ્પર્ધા યોજાઈ. ગુજરાતના 14,000 વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ 100 સ્પર્ધકોએ ભાગ લીધો. વિજેતાઓ હવે દિલ્હી જશે. વાંચો વિગતવાર અહેવાલ.

દહેગામ, રવિવાર
રવિવારે દહેગામ સ્થિત પાવરગ્રિડ કોર્પોરેશનનું પ્રાંગણ વિદ્યાર્થીઓના કલરવ અને રંગોથી ભરાઈ ગયું હતું. પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (પશ્ચિમ ક્ષેત્ર–II) અને બ્યુરો ઓફ એનર્જી એફિશિઅન્સી (BEE) ના સંયુક્ત ઉપક્રમે અહીં રાજ્ય સ્તરની ભવ્ય ચિત્રકલા સ્પર્ધા–2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા માત્ર ચિત્ર દોરવા પૂરતી સીમિત ન હતી, પણ તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને નાગરિકોમાં ઊર્જા બચત અંગે જાગૃતિ લાવવાનો હતો. 14,000 માંથી પસંદ થયા શ્રેષ્ઠ 100 કલાકારો આ સ્પર્ધા માટે શાળા સ્તરે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી ધોરણ 5 થી 10 ના અંદાજે 14,000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બે ગ્રુપમાં વહેંચાયેલી હતી:

Group A: ધોરણ 5, 6 અને 7

Group B: ધોરણ 8, 9 અને 10

આ હજારો વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ 100 વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય સ્તરની સ્પર્ધા માટે કરવામાં આવી હતી, જેમણે આજે દહેગામ સબ-સ્ટેશન ખાતે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.

ચિત્રોમાં દેખાયો ઊર્જા બચતનો સંકલ્પ સ્પર્ધકોને બે મુખ્ય વિષયો આપવામાં આવ્યા હતા:

એક ઘર, એક અવસર – ઊર્જા બચાવો

ઊર્જા સંરક્ષણ: મારી જવાબદારી, આપણું ભવિષ્ય

બાળકોએ પીંછી અને રંગોના માધ્યમથી કેન્વાસ પર પર્યાવરણ અને વીજળી બચાવવાના ગંભીર સંદેશાઓ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાવરગ્રિડ (પશ્ચિમ ક્ષેત્ર–II) ના પ્રાદેશિક પ્રમુખ રાજેશકુમાર ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.

આ ઉપરાંત, પાવરગ્રિડના GM (HR) શ્રી અજીત પરિડા અને ગુજરાત રાજ્યના નોડલ ઓફિસર તથા સિનિયર DGM રતનકુમારે પણ હાજરી આપી હતી. રતનકુમારે સ્પર્ધાનો અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે અજીત પરિડાએ સભાને સંબોધન કર્યું હતું.

વિજેતાઓ જશે દિલ્હી
આ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ 10 પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. સૌથી ગૌરવની વાત એ છે કે, અહીંથી ટોપ આવેલા વિદ્યાર્થીઓ હવે ડિસેમ્બર 2025માં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે દિલ્હી જશે અને ગુજરાતનું નામ રોશન કરશે.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!