શું IPL 2026 માં સંજુ પહેલી વાર પીળી જર્સીમાં જોવા મળશે? જાણો આખી હકીકત અહીં
મુંબઈ, ગુરુવાર : IPL 2026 માટે ટ્રેડિંગ વિન્ડો ખૂલતાં જ ચર્ચા તેજ થઈ છે કે ધોનીની આગેવાની બાદ CSK હવે સંજુ સેમસનને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. રાજસ્થાન રોયલ્સના આ સ્ટાર ખેલાડી સામે હવે ચેન્નઈ સુપર કિંગ્સ રસ દાખવી રહી છે. અહેવાલો અનુસાર જો આ ટ્રેડ થાય છે, તો બદલામાં RR રવિન્દ્ર જાડેજા અથવા રવિચંદ્રન અશ્વિન માટે દાવ લગાવી શકે છે. CSK ધોનીના ઉત્તરાધિકારી માટે સેમસનને યોગ્ય વિકલ્પ માને છે. શું IPL 2026 માં સંજુ પહેલી વાર પીળી જર્સીમાં જોવા મળશે? જાણો આખી હકીકત અહીં.
ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને તેની ટીમમાં સામેલ કરી શકે છે અને ફ્રેન્ચાઇઝીના વરિષ્ઠ અધિકારીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. એવા અહેવાલો છે કે સંજુ ચેન્નાઈનો આગામી કેપ્ટન પણ બની શકે છે.2025 IPL ફાઇનલ પછીના દિવસે એટલે કે 4 જૂનથી ટ્રેડિંગ વિન્ડો શરૂ થઈ ગઈ છે અને 2026ના ઓક્શનના એક અઠવાડિયા પહેલા સુધી ખુલ્લી રહેશે. ઓક્શન પછી, ટ્રેડ વિન્ડો ફરીથી ખુલશે અને નવી સીઝનની શરૂઆતના એક મહિના પહેલા સુધી ચાલશે.ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલમાં જણાવ્યું હતું કે, ‘CSK એ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવા માટે રસ દાખવ્યો છે, પરંતુ નામો પર ચર્ચા હજુ શરૂ થઈ નથી. જો આ સોદો આગળ વધે છે, તો રાજસ્થાન રવિન્દ્ર જાડેજા અથવા રવિચંદ્રન અશ્વિન માટે પૂછી શકે છે. આવું કરવાનો તેમનો અધિકાર છે.’દિલ્હી કેપિટલ્સથી બે વર્ષના વિરામ બાદ વર્ષ 2018 માં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ સાથે પાછો ફર્યો. ત્યારથી તે ટીમમાં છે. વર્ષ 2025ના મેગા ઓક્શન પહેલા રાજસ્થાને તેને ₹18 કરોડમાં રિટેન કર્યો હતો.ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ કહ્યું કે, ‘CSK એક એવા વિકેટકીપર-બેટરની શોધમાં છે જે ધોનીના વારસાને આગળ ધપાવી શકે. એવામાં સેમસન સ્વાભાવિક ઉત્તરાધિકારી બની શકે છે.’ IPL 2025 માં છેલ્લા સ્થાને રહેલા CSK માં ગુજરાતના અનકેપ્ડ ખેલાડી ઉર્વિલ પટેલનો વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો, જેણે આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ સાથે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ધોનીના ઉત્તરાધિકારી અંગે હજુ પણ શંકાઓ છે. આવતા વર્ષે 45 વર્ષ પૂર્ણ કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે IPL 2026 રમશે કે નહીં. જોકે, CSK એ હવે ધોની પછીના યુગ માટે તૈયારી શરૂ કરવી પડશે.











