દિલ્હી આશ્રમ કાંડ: 8 કરોડના 18 બેંક ખાતા મળ્યા, સ્વામી ચૈતન્યાનંદ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થસારથીને દિલ્હી પોલીસે 27 સપ્ટેમ્બરની રાત્રે આગ્રામાંથી ઝડપી પાડ્યો છે

દિલ્હીના વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ-રિસર્ચની 17 વિદ્યાર્થિનીઓ સાથે છેડતીના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થસારથીને દિલ્હી પોલીસે 27 સપ્ટેમ્બરની રાત્રે આગ્રામાંથી ઝડપી પાડ્યો છે. લગભગ 50 દિવસથી ફરાર ચાલી રહેલા આરોપી ચૈતન્યાનંદને આગ્રા, યુપીના હોટેલ ફર્સ્ટ તાજગંજમાંથી પકડવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ પોલીસ ચૈતન્યાનંદને મેડિકલ તપાસ માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઈ આવી હતી અને ત્યારબાદ તેને પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે.

દિલ્હી પોલીસે આરોપી પાસેથી બે ફર્જી વિઝિટિંગ કાર્ડ અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ ફર્જી કાર્ડ્સમાં તેણે પોતાને સંયુક્ત રાષ્ટ્ર (UN) માં કાયમી રાજદૂત અને BRICS સંયુક્ત આયોગના સભ્ય તેમજ ભારતના વિશેષ દૂત તરીકે દર્શાવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ વડાપ્રધાન કાર્યાલયનું પણ પોતાનું નકલી ઓળખપત્ર બનાવ્યું હતું.

પોલીસ હવે તપાસ કરશે કે આ છેડતીના મામલે સ્વામી સાથે અન્ય કોણ કોણ સામેલ હતા. પોલીસ આરોપીને તે સ્થળોએ પણ લઈ જશે જ્યાં તે વિદ્યાર્થિનીઓને પોતાની મોંઘી કારમાં લઈ ગયો હતો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!