દિલ્હી બ્લાસ્ટ: ડૉ. શાહીન બાદ ભાઈ પરવેઝની ધરપકડ, બહેનનો જૈશ-એ-મોહમ્મદ સાથે સીધો સંબંધ

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ‘ડૉક્ટર મોડ્યુલ’ સાથે જોડાયેલા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. યુપી એટીએસ (UP ATS) એ ડૉક્ટર શાહીન અંસારીના ભાઈ પરવેઝ અંસારીની અટકાયત કરી છે

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ‘ડૉક્ટર મોડ્યુલ’ સાથે જોડાયેલા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. યુપી એટીએસ (UP ATS) એ ડૉક્ટર શાહીન અંસારીના ભાઈ પરવેઝ અંસારીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે. અગાઉ, ફરીદાબાદ મોડ્યુલમાંથી ડૉ. શાહીનની ધરપકડ કરવામાં આવી હતી, જે અલ-ફલહ હૉસ્પિટલમાં કામ કરતી હતી.

તપાસ એજન્સીઓ (ATS અને કાશ્મીર પોલીસ) ની પૂછપરછમાં સામે આવ્યું છે કે ડૉ. શાહીનનો જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સીધો સંપર્ક હતો. તે પુલવામાના હેન્ડલર દ્વારા ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાઈ હતી અને કટ્ટરપંથી બની હતી. એટલું જ નહીં, શાહીન JeMની મહિલા વિંગ, ‘જમાત ઉલ મોમિનાત’, માટે પણ નેટવર્ક ઊભું કરવામાં વ્યસ્ત હતી.

સૌથી મોટો ખુલાસો એ થયો છે કે શાહીનની કારનો ઉપયોગ ઘણી વખત હથિયારો અને શંકાસ્પદ વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા-લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. આ કાર પરવેઝ અંસારીના નામે રજિસ્ટર્ડ હતી, જે લખનઉનો રહેવાસી છે. પરવેઝની અટકાયત બાદ હવે એટીએસ ડૉ. શાહીન, પરવેઝ અને પકડાયેલા અન્ય ડૉક્ટર આદિલ વચ્ચેના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આતંકી મોડ્યુલના સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!