બોક્સ ઓફિસ પર ‘ધમાલ 4’ ની ધૂમ: ચોથા દિવસે કલેક્શન 67 કરોડને પાર!

અજય દેવગનની ફિલ્મ ‘ધમાલ 4’ એ ચોથા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં 67.51 કરોડની કમાણી કરી લીધી છે. જાણો ઓપનિંગ વીકેન્ડ અને વર્લ્ડવાઈડ કલેક્શનના લેટેસ્ટ આંકડા.

અજય દેવગન સ્ટારર કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’ ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મિક્સ રિવ્યૂઝ મળ્યા હોવા છતાં આ ફિલ્મ સિનેમાઘરોમાં પ્રક્ષકોને ખેંચી લાવવામાં સફળ રહી છે અને માત્ર 3 દિવસમાં જ વર્ષની 7મી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. વીકેન્ડની ધમાકેદાર કમાણી બાદ સોમવારે એટલે કે રિલીઝના 4થા દિવસે પણ ફિલ્મની લોકપ્રિયતા બરકરાર જોવા મળી છે. સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ફિલ્મે 2.51 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે અને થિયેટરોમાં 14% ઓક્યુપન્સી નોંધાઈ છે. આ સાથે જ ભારતમાં ફિલ્મની કુલ કમાણી હવે 67.51 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જોકે ફાઇનલ આંકડા રાત્રે 10.30 વાગ્યા પછી જાહેર થશે.

ઓપનિંગ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ
ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પોતાની સફર શાનદાર રીતે શરૂ કરી હતી. બોક્સ ઓફિસના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, ‘ધમાલ 4’ એ પ્રથમ દિવસે 14 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે શનિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો હતો અને ફિલ્મે 22.50 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. જ્યારે ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે સૌથી વધુ 28.50 કરોડ રૂપિયાની ધુઆંધાર કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે પોતાના પ્રથમ ત્રણ દિવસના ઓપનિંગ વીકેન્ડમાં જ ભારતમાં કુલ 64 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ગરમાવો લાવી દીધો હતો.

વૈશ્વિક બજારમાં કમાણીનો આંકડો 100 કરોડની એકદમ નજીક
દેશની સાથે વિદેશી માર્કેટમાં પણ આ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. રવિવારે ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાંથી 4 કરોડ રૂપિયા મેળવ્યા હતા, જેનાથી 3 દિવસનું વિદેશી કલેક્શન 14 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જ ‘ધમાલ 4’ નું 3 દિવસનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 92 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ ફિલ્મ હવે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 100 કરોડના ક્લબમાં સામેલ થવાથી માત્ર 8 કરોડ રૂપિયા જ દૂર છે. જો સોમવારના અંત સુધીના આંકડા સારા આવશે, તો આ ફિલ્મ માત્ર 4 દિવસમાં જ વિશ્વભરમાં 100 કરોડની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લેશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!