ભાઈજાનનો નવો કાઉબોય લુક વાયરલ,મુંબઈના ડબિંગ સ્ટુડિયો બહાર જોવા મળ્યો નવો અંદાજ!

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો નવો કાઉબોય લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણો ભાઈજાનની આ નવી સ્ટાઈલ, ફેન્સની કમેન્ટ્સ અને તેમની આગામી ફિલ્મ વિશે.

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે અવનવી ફેશન સ્ટાઈલના કારણે પણ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ 13 જુલાઈએ ભાઈજાનને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા એક ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાન એકદમ યુનિક કાઉબોય-ઈન્સપાયર્ડ લુકમાં જોવા મળ્યા હતા. અનોખી હેટ અને ખાસ એક્સેસરીઝ સાથેનો તેમનો આ નવો અને સ્ટાઈલિશ અંદાજ કેમેરામાં કેદ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને ચાહકો તેમના આ લુકના દીવાના બન્યા છે.

આઉટફિટની વિગતો અને આકર્ષણનું કેન્દ્ર બનેલું પિન્ડન્ટ
ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળેલા સલમાન ખાને આ દરમિયાન લાઈટ કલરનો એક શર્ટ પહેર્યો હતો, જેના ઉપરના થોડા બટન ખુલ્લા રાખ્યા હતા. આ શર્ટની સાથે તેમણે લાઈટ બ્લુ કલરની ડિસ્ટ્રેસ્ડ ડેનિમ જીન્સ અને ગ્રે કલરની ટેક્સચર વાળી કાઉબોય હેટ મેચ કરી હતી. આ સિવાય બ્લેક લેધર બેલ્ટ, હાથમાં ગોલ્ડ વોચ અને બ્લેક શૂઝે તેમના આ લુકને વધુ આકર્ષક બનાવ્યો હતો. જોકે, આ આખા લુકમાં સૌથી વધુ ધ્યાન તેમના ગળામાં પહેરેલી સિલ્વર ચેઈન અને તેમાં લગાવેલા મોટા સ્ટોનવાળા પિન્ડન્ટે ખેંચ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ફેન્સનો જોરદાર પ્રતિસાદ 
સલમાન ખાનના આ કાઉબોય લુકના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતાની સાથે જ વાયરલ થયા છે અને ફેન્સ તેમના ફેશન સેન્સના પેટભરીને વખાણ કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું કે, ‘સર આ ઉંમરે પણ એકદમ ટશનમાં રહે છે.’ જ્યારે અન્ય એક યુઝરે ‘ક્યા બાત હૈ સર’ લખીને હાર્ટ અને ફાયર ઈમોજીસનો વરસાદ કર્યો હતો. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ ટૂંક સમયમાં જ ડિરેક્ટર અપૂર્વ લાખિયાની આગામી વોર-ડ્રામા ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં છે અને આ ફિલ્મ વર્ષ 2026 માં જ રિલીઝ થાય તેવી પૂરી શક્યતા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!