ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી: ટેરિફમાં ‘મોટો વધારો’ અને શી જિનપિંગ સાથેની મુલાકાત રદ

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉર ફરી એકવાર ઘેરાઈ રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર ટેરિફમાં જંગી વધારો કરવાની ધમકી આપી છે

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉર ફરી એકવાર ઘેરાઈ રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર ટેરિફમાં જંગી વધારો કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ હાલમાં આ નીતિ પર વિચાર કરી રહ્યા છે.

આ તણાવ ચીને રેર-અર્થ મિનરલ્સ (નાજુક ખનીજો)ના નિકાસ પર સખત નિયંત્રણો મૂક્યા પછી વધ્યો છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ ટેક્નોલોજી સહિત ઘણા ઉદ્યોગોમાં થાય છે. ટ્રમ્પે ચીનના આ પગલાને ‘ખૂબ જ પ્રતિકૂળ’ ગણાવ્યું હતું.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે, ચીનના આ પગલા પછી, તેમને એશિયાના પ્રવાસ દરમિયાન ચીની નેતા શી જિનપિંગને મળવાનું કોઈ કારણ જણાતું નથી. અગાઉ, આ મહિનાના અંતમાં સાઉથ કોરિયામાં યોજાનારી APEC સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતાઓ હતી. ટ્રમ્પની આ ધમકીના કારણે યુએસ સ્ટોક માર્કેટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને વેપાર સંબંધોમાં અસ્થિરતાની આશંકા વધી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!