ડીઆરઆઈની કચ્છમાં મોટી કાર્યવાહી:ચાઈનીઝ રમકડા, નકલી કોસ્મેટિક્સ સહિત 160 મેટ્રિક ટન જથ્થાને કર્યો જપ્ત

ડીઆરઆઈ દ્વારા ગેરકાયદે આયાત કરાયેલા સબ-સ્ટાન્ડર્ડ ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બિન-બ્રાન્ડેડ જૂતાના 160 મેટ્રિક ટન જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે

ગાંધીનગર, ગુરૂવાર:  ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ગેરકાયદે આયાત કરાયેલા સબ-સ્ટાન્ડર્ડ ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બિન-બ્રાન્ડેડ જૂતાના 160 મેટ્રિક ટન જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. માલની કિંમત રૂ. 6.5 કરોડથી વધુ આંકવામાં આવી છે. ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે કંડલા સેઝ, મુંદરા અદાણી બંદર, હઝીરા પોર્ટ અને હરિયાણાના ફરિદાબાદમાં આવેલા પિયાલા ખાતે 10 કન્ટેનરની તપાસ દરમિયાન કાર્યવાહી હાથ ધરી હતી.
ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બિન-બ્રાન્ડેડ ફૂટવેર મળી આવ્યા. આ ચાઈનીઝ રમકડાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર વિના આયાત કરાયા હતા, જે વિદેશી વેપાર નીતિ અને ટોઈઝ (ક્વોલિટી કન્ટ્રોલ) ઓર્ડર, 2020નું ઉલ્લંઘન છે. BIS નિયમોનું પાલન ન કરતી વસ્તુઓ ભારતમાં આયાત કરવી પ્રતિબંધિત છે.
ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા સેઝ, મુંદરા, હઝીરા અને ફરિદાબાદના પિયાલા ખાતે 10 કન્ટેનરની સઘન તપાસ હાથ ધરી. આ તપાસમાં ગેરકાયદે રીતે આયાત કરાયેલી વસ્તુઓનો મોટો જથ્થો ઝડપાયો. આ ઓપરેશન દર્શાવે છે કે ડીઆરઆઈ ગેરકાયદે આયાત અને દાણચોરી સામે કડક પગલાં લઈ રહ્યું છે
RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!