સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, પાંચ દરવાજા ખોલાયા,ગામોને એલર્ટ કરાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થવાને પગલે 31 જુલાઇ, 2025ના રોજ સિઝનમાં પ્રથમવાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા

ગાંધીનગર,ગુરૂવાર:   ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થવાને પગલે 31 જુલાઇ, 2025ના રોજ સિઝનમાં પ્રથમવાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે, જે મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 7 મીટર દૂર છે. છેલ્લા 12 કલાકમાં જળસપાટીમાં 1.5 મીટરનો નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નર્મદા નદીના કાંઠે આવેલા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદ અને સતત પાણીની આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે, અને તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે. નર્મદા નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમની જળસપાટીમાં ઝડપથી વધારો થયો છે. ઉપરવાસથી આવતા પાણીના સતત પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના પાંચ ગેટ ખોલવાનો નિર્ણય લેવાયો. હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે.
RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!