ઈલોન મસ્કનો નવો રેકોર્ડ: દુનિયાના પહેલા ‘ટ્રિલિયોનર’ બન્યા! ભારતની ટોપ 10 કંપનીઓ પણ તેમની સામે વામણી, જાણો આશ્ચર્યજનક આંકડા

SpaceXના રેકોર્ડબ્રેક IPO પછી ઈલોન મસ્કની સંપત્તિ 1.11 ટ્રિલિયન ડોલરને પાર થઈ ગઈ છે. ભારતની ટોપ 10 કંપનીઓ અને 172 દેશોની GDP પણ તેમની સામે ઓછી છે. જાણો AI ના રોચક આંકડા.

અમેરિકા, શનિવાર
12 જૂન 2026નો દિવસ અમેરિકન શેરબજાર અને ઈલોન મસ્ક માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) નો આઈપીઓ (IPO) 75 અબજ ડોલરના રેકોર્ડ સાથે માર્કેટમાં લિસ્ટ થયો. લિસ્ટિંગ થતાની સાથે જ સ્પેસએક્સના શેરમાં 19%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. આ ધમાકેદાર તેજીના કારણે ઈલોન મસ્કની કુલ સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 139 અબજ ડોલરનો વધારો થયો અને આ સાથે જ તેઓ દુનિયાના પહેલા ‘ટ્રિલિયોનર’ (ખરબપતિ) બની ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સના લેટેસ્ટ આંકડા મુજબ, મસ્કની કુલ સંપત્તિ હવે 1.11 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. આ આંકડો એટલો મોટો છે કે સામાન્ય માણસની સમજ બહાર છે. તેથી, જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સ જેમ કે ચેટજીપીટી અને ગુગલ જેમિનીને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે AI એ એવી રોચક સરખામણીઓ કરી જે જાણીને તમે પણ ચોંકી જશો.

1 ટ્રિલિયન ડોલર એટલે કેટલા રૂપિયા?
સૌથી પહેલા તો એ સમજીએ કે 1 ટ્રિલિયન ડોલરનો અર્થ શું થાય. આજના એક્સચેન્જ રેટ (95.11 રૂપિયા) પ્રમાણે ગણતરી કરીએ તો, 1 ટ્રિલિયન ડોલર એટલે ભારતીય ચલણ મુજબ 95.11 લાખ કરોડ રૂપિયા થાય. આટલા પૈસાથી દુનિયાના અનેક નાના દેશોનો આખો દેશ વર્ષો સુધી આરામથી ચાલી શકે.

ભારતની ટોપ 10 કંપનીઓનું માર્કેટ કેપ પણ મસ્ક કરતા ઓછું
AI ની સરખામણી મુજબ, જો ભારતની સૌથી મોટી 10 કંપનીઓ (જેમાં રિલાયન્સ, HDFC બેંક અને TCS જેવી મોટી કંપનીઓ સામેલ છે) ની કુલ વેલ્યુ ભેગી કરવામાં આવે, તો પણ તે ઈલોન મસ્કની સંપત્તિ કરતા ઓછી થાય છે.

મસ્કની સંપત્તિ: અંદાજે 1.11 ટ્રિલિયન ડોલર (એટલે કે 105.64 લાખ કરોડ રૂપિયા).
ભારતની ટોપ 10 કંપનીઓનું કુલ માર્કેટ કેપ (BSE મુજબ): માત્ર 88.35 લાખ કરોડ રૂપિયા.

દુનિયાના 172 દેશોની GDP ને પણ પાછળ છોડી
મસ્કની સંપત્તિ માત્ર કંપનીઓ પૂરતી જ મર્યાદિત નથી રહી, પરંતુ તેમણે દુનિયાના 172 દેશોની GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ને પણ પાછળ છોડી દીધી છે. સિંગાપોર, ન્યુઝીલેન્ડ, કતાર અને ઈઝરાયલ જેવા અમીર દેશોની અર્થવ્યવસ્થા પણ મસ્કની સંપત્તિ કરતા નાની છે.

સ્વિટ્ઝર્લેન્ડ ($1.15 ટ્રિલિયન) અને પોલેન્ડ ($1.13 ટ્રિલિયન) મસ્કની બરાબરી પર છે.
જ્યારે તાઈવાન ($0.98 ટ્રિલિયન), આયર્લેન્ડ ($0.78 ટ્રિલિયન), ઈઝરાયલ ($0.72 ટ્રિલિયન), આર્જેન્ટિના ($0.69 ટ્રિલિયન) અને UAE ($0.62 ટ્રિલિયન) તેમની પાછળ રહી ગયા છે.

ભારતના આખા વર્ષના ઘઉંના ઉત્પાદન કરતા વધુ કિંમત
AI એ એક રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે, ભારતમાં એક વર્ષમાં જેટલું ઘઉં પાકે છે, તેના કરતા પણ મસ્કની સંપત્તિ વધારે છે. ભારતમાં દર વર્ષે 110 થી 115 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થાય છે. જો 1 કિલો ઘઉંની કિંમત 25 રૂપિયા ગણીએ, તો કુલ ઉત્પાદનની કિંમત 2.7 થી 2.9 લાખ કરોડ રૂપિયા થાય. જ્યારે મસ્કની સંપત્તિ 105.64 લાખ કરોડ રૂપિયા છે, જે આના કરતા અનેક ગણી વધારે છે.

દુનિયાના દરેક વ્યક્તિને મફતમાં 8 હજાર રૂપિયા આપી શકે
જો ઈલોન મસ્ક ધારે તો દુનિયાની કુલ 8 અબજની વસ્તીમાંથી દરેક વ્યક્તિના હાથમાં 8,000 રૂપિયા રોકડા મૂકી શકે છે. આવું કરવાથી તેમના 800 અબજ ડોલર ખર્ચાઈ જશે. આમ છતાં, તેમની પાસે હજુ પણ 300 અબજ ડોલર બચશે અને તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જ રહેશે.

સ્પેસએક્સના IPOએ રચ્યો ઇતિહાસ
પોતાના IPO માં સ્પેસએક્સ કંપનીએ આશરે 55.56 કરોડ શેર વેચ્યા. આ સાથે જ સ્પેસએક્સ અમેરિકાની 7 મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે અને તેણે મસ્કની જ બીજી કંપની ‘ટેસ્લા’ ને પણ પાછળ રાખી દીધી છે. અત્યાર સુધીનો દુનિયાનો સૌથી મોટો IPO સાઉદી અરામકોનો હતો, જેની વેલ્યુ 25.6 અબજ ડોલર હતી. પરંતુ સ્પેસએક્સે (75 અબજ ડોલર) તેને લગભગ 3 ગણા માર્જિનથી તોડીને નવો ઇતિહાસ રચી દીધો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!