બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આગામી 2025-26 એશિઝ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આગામી 2025-26 એશિઝ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં અનેક નવા ચહેરાઓ અને કેટલાક ઈજામાંથી પરત ફરેલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સૌથી મોટો સમાચાર એ છે કે નિયમિત સુકાની બેન સ્ટોક્સને ખભાની ઇજા છતાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેઓ પ્રથમ ટેસ્ટ માટે ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત, લાંબા સમયથી ઈજાગ્રસ્ત રહેલા ઝડપી બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડનું પણ ટીમમાં પુનરાગમન થયું છે, જે ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણને મજબૂતી આપશે. હેરી બ્રુકને ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે ઓલી પોપનું સ્થાન લેશે. ઓલી પોપને સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેઓ હવે વાઇસ-કેપ્ટન નહીં રહે.
ટીમમાં સ્પીનર શોએબ બશીરને પણ સ્થાન મળ્યું છે, જેઓ આંગળીની ઈજામાંથી સ્વસ્થ થયા છે. વિલ જેક્સને પણ એક સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બેન ડકેટ, જેકબ બેથેલ, મેથ્યુ પોટ્સ અને જૉશ ટંગ જેવા ખેલાડીઓ પણ 16 સભ્યોની ટીમનો ભાગ છે. ઇંગ્લેન્ડની આ ટીમ 21 નવેમ્બર, 2025થી શરૂ થનારી એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
ઇંગ્લેન્ડ ટીમ: બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક (વાઇસ-કેપ્ટન), બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, બેન ડકેટ, વિલ જેક્સ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ, માર્ક વુડ.











