JCI દહેગામમાં ઉત્સવ જેવો માહોલ, ઝોન પ્રમુખ ડો. લલિત બલદાનીયાનું ભવ્ય સ્વાગત, કહ્યું ‘રાષ્ટ્રીય સ્તરે દહેગામનું નામ ગુંજવું જોઈએ

JCI ઝોન 8ના પ્રમુખ ડો. લલિત બલદાનીયાએ દહેગામની મુલાકાત લીધી. ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત અને દહેગામને નેશનલ લેવલે લઈ જવાની નેમ. વાંચો વિગતવાર અહેવાલ.

દહેગામ, શુક્રવાર
વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક સેવાના ક્ષેત્રે અગ્રેસર રહેતી સંસ્થા જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ એટલે કે JCI દહેગામ ચેપ્ટર માટે આજનો દિવસ ખાસ રહ્યો હતો. JCI ઝોન 8 ના પ્રમુખ જેએફએસ ડો. લલિત બલદાનીયાએ દહેગામની ઓફિસિયલ મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
જ્યારે ઝોન પ્રમુખ દહેગામ પધાર્યા, ત્યારે જેસીઆઈ દહેગામના મેમ્બર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત રીતે ઢોલ નગારાના તાલે ડો. લલિત બલદાનીયાને આવકારવામાં આવ્યા હતા. આ સ્વાગત જોઈને ઝોન પ્રમુખ પણ અભિભૂત થઈ ગયા હતા.

સેવાકીય કાર્યોની સરાહના અને ભવિષ્યનું માર્ગદર્શન
શહેરની શબરી રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલી આ બેઠકમાં ડો. લલિત બલદાનીયાએ જેસીઆઈ દહેગામ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સેવાકીય અને સામાજિક કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે હાજર સભ્યોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આપણે માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં, પરંતુ એવા ઉમદા કાર્યો કરવા જોઈએ કે જેનાથી દહેગામનું નામ ઝોન કક્ષાએ અને સમગ્ર ભારત કક્ષાએ ગુંજતું થાય.

આગેવાનો અને પૂર્વ પ્રમુખોની ખાસ ઉપસ્થિતિ
આ મહત્વપૂર્ણ વિઝીટ દરમિયાન ઝોન અને ચેપ્ટરના દિગ્ગજ જેસી મેમ્બર્સ હાજર રહ્યા હતા. જેમાં ઝોન કો-ઓર્ડીનેટર જેસી પ્રશાંત શાહ ખાસ ઉપસ્થિત હતા. આ ઉપરાંત જેસીઆઈ દહેગામના પૂર્વ પ્રમુખો જેસી મહેન્દ્ર પ્રજાપતિ, જેસી હિતેષ શાહ, જેસી જૈનિક શાહ, જેસી અવની શાહ અને જેસી સોનલ શાહ સહિતના અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

ટીમ વર્કથી કાર્યક્રમ સફળ
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ દહેગામની વર્તમાન ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેસીઆઈ દહેગામના પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિ, આઈ.પી.પી. વિવેક પટેલ, સેક્રેટરી જેસી નિર્મિત શર્મા અને પ્રોજેક્ટ ચેરમેન જેસી ગુંજા સોની સહિતની સમગ્ર જેસી ટીમના અથાગ પ્રયત્નોથી આ ઓફિસિયલ ઝોન પ્રેસિડેન્ટ વિઝીટ ખૂબ જ સફળ રહી હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!