આજે રાજ્યની 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે, કુલ 81 લાખ મતદારો આપશે મત

3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ગાંધીનગર, રવિવાર : સમગ્ર ગુજરાતમાં રવિવારના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાવાનું છે.

22મી જૂન, રવિવારે ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાવાનું છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 751 ગ્રામ પંચાયતો થઈ છે સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે. હવે આવતીકાલે કુલ 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!