શું તમે જાણો છો કે, સતત 3 મહિના સુધી જો તમને પીરિયડ્સ ન આવે તો શું થાય ?

મહિલાઓને પીરિયડ્સ દર મહિને આવવા જરુરી છે : પીરિયડ સાઈકલ 21 દિવસથી 35 દિવસ વચ્ચેની હોવી જોઈએ

શું તમે જાણો છો કે, સતત 3 મહિના સુધી જો તમને પીરિયડ્સ ન આવે તો શું થાય ?

અમદાવાદ, બુધવાર : જો કોઈ મહિલાને સતત 3 મહિના સુધી પીરિયડ્સ ન આવે, તો તેને તબીબી ભાષામાં એમેનોરિયા (Amenorrhea) કહેવાય છે. આ સ્વાભાવિક બાબત ન હોવાની સંભાવના વધારે હોય છે અને તેમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.મહિલાઓને પીરિયડ્સ દર મહિને આવવા જરુરી છે. પીરિયડ સાઈકલ 21 દિવસથી 35 દિવસ વચ્ચેની હોવી જોઈએ. અનિયમિત પીરિયડ્સ પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જેને નજર અંદાજ કરવા જોઈએ નહી. શું તમે જાણો છો કે, સતત 3 મહિના સુધી જો તમને પીરિયડ્સ ન આવે તો શું થાય ? પીરિયડ્સ સ્કિપ હોવા પાછળ અનેક કારણો હોય શકે છે. જો તમે બાળકનો પ્લાનિંગ કરી રહ્યા છો. તો પીરિયડ્સનું સ્કિપ થવું એ પ્રેગ્નન્સીનો સંકેત હોય શકે છે. કોઈ પણ મહિલા માટે દર મહીને પીરિયડ્સ સમયસર આવવા ખુબ જરુરી છે. જો તમને 21-35 દિવસની વચ્ચે પીરિયડ્સ આવે છે. તો આ સામાન્ય છે અને આને આનિયમિત પીરિયડ્સ કહી શકાય નહી.

પીરિયડ્સ સમય પર ન આવે તો શરીરમાં હોર્મોન ઈન્બેલેન્સ તરફ ઈશારો કરે છે. જો તમે પીરિયડ્સને લઈ અનિયમિત રહો છો. કે સ્કિપ થાય છે. તો આ યોગ્ય નથી. એક્સપર્ટનું કહેવું છે કે, સૌથી પહેલા તમારે 3 મહિનાની રાહ જોવી જોઈએ નહી. જો 1 મહીના પીરિયડ્સ ન આવે તો ડોક્ટરની સલાહ લેવી જરુરી છે. પીરિયડ્સનું સ્કિપ થવું યોગ્ય નથી. જો આપણે વાત 3 મહિના સુધી પીરિયડ્સ ન આવવાની કરીએ તો તેને એમેનોરિયા કહેવામાં આવે છે. પ્રેગ્નન્સી અને મેનોપોઝમાં આ વાત સામાન્ય છે. પરંતુ જો આ સિવાય તમને 3 મહીના સુધી પીરિયડ્સ આવતા નથી. તો તે ચિંતાનો વિષય છે. જો તમારી ઉંમર 16 વર્ષથી ઓછી છે. તો તેને પ્રાઈમરી એમેનોરિયા કહેવામાં આવે છે. તે જ સમયે, જો કોઈ સ્વસ્થ ચક્રની વચ્ચે અચાનક માસિક સ્રાવ બંધ થઈ જાય અને 3 મહિના સુધી માસિક સ્રાવ ન આવે, તો તેને ગૌણ એમેનોરિયા કહેવામાં આવે છે. આ પ્રજનન અંગોમાં કોઈ વિકૃતિને કારણે થઈ શકે છે.એમેનોરિયામાં પીરિયડ્સ ન આવવા ઉપરાંત, વાળ ખરવા, માથાનો દુખાવો, ચહેરાના વાળ, ખીલ અને પેલ્વિક વિસ્તારમાં બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ કેટલીક વખત ગર્ભનિરોધક દવાઓ લેવાને કારણે પણ થાય છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!