ગુજરાતમાં 1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર સહિતના ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી શરૂ થશે. જાણો શું છે નવા ભાવ, બોનસ અને ઓનલાઇન નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો ની વિગતો.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર વિવિધ ખરીફ પાકોની સીધી ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી કરવામાં આવશે.
જાણો કયા પાક માટે કેટલો સપોર્ટ ભાવ નક્કી થયો છે.
સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી ખરીદી માટેના ટેકાના ભાવ (MSP) ની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે બાજરી, જુવાર અને રાગીના ખેડૂતોને MSP ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 નું બોનસ પણ રાજ્ય સરકાર તરફથી મળશે.
ખરીદી અને નોંધણીની મહત્વની તારીખો
જો તમે તમારા પાકને લઘુત્તમ ટેકાના ભાવ પર વેચવા ઈચ્છો છો, તો ઓનલાઇન નોંધણી કરાવવું ફરજિયાત છે. અહીં પ્રક્રિયા અને તારીખોની Detail આપેલી છે:
નોંધણી સમયગાળો (ઓનલાઇન નોંધણી): આવતીકાલ, 1 ઓક્ટોબર 2025 થી 31 ઓક્ટોબર 2025 સુધી.
નોંધણીનું સ્થળ: સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન પર.
નોંધણીની પદ્ધતિ: ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા જ નોંધણી થશે.
ખરીદીનો સમયગાળો: 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી.
નોંધણી માટે કયા દસ્તાવેજો જરૂરી?
નોંધણી માટે ખેડૂતોએ નીચેના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. આ દસ્તાવેજો સુવાચ્ય રીતે અપલોડ થાય તેની ખાસ કાળજી લેવી.
આધાર કાર્ડની નકલ
અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અ ની નકલ (Latest Village Form 7, 12, 8-A).
જો Village Form 12 માં પાકની વાવણી અંગેની નોંધ ન હોય, તો તલાટીના સહી-સિક્કા સાથેનો વાવણીનો દાખલો.
ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (જેમ કે Bank Passbookની નકલ અથવા Cancel Checkની નકલ).
નિગમ દ્વારા ખેડૂત મિત્રોને તેમની સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને સમયસર નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી છે. નોંધણી બાદ ખરીદી અંગેની જાણ ખેડૂતોને SMS દ્વારા કરવામાં આવશે.











