યુવાનો માટે ખુશખબર : રેલવેમાં 6000થી વધુ જગ્યાઓ ખાલી, જાણો સંપૂર્ણ માહિતી

આ ભરતી પ્રક્રિયા દ્વારા 6180 ખાલી જગ્યા પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે : આ ભરતી માટે અરજી પ્રક્રિયા 28 જૂનથી શરૂ થશે

યુવાનો માટે ખુશખબર

ન્યુ દિલ્હી, મંગળવાર : રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 6180 ખાલી જગ્યા પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 28 જૂનથી શરૂ થશે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in પર જઈને અરજી કરી શકે છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ટેક્નિશિયન ગ્રેડ-I અને ગ્રેડ- III માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા 6180 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આને લઈને નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ 28 જૂનથી અરજી પ્રક્રિયા શરૂ થશે, જે 28 જુલાઈ 2025 સુધી ચાલશે.

શૈક્ષણિક લાયકાત
– ટેકનિશિયન ગ્રેડ-1 (સિગ્નલ): ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.Sc. સંબંધિત વિષયોમાં ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ડિગ્રી પણ માન્ય છે.
– ટેકનિશિયન ગ્રેડ-3: ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI અથવા એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ હોવી જોઈએ.

વય મર્યાદા
– ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ: નયૂનતમ – 18 વર્ષ, મહત્તમ – 33 વર્ષ
– ટેકનિશિયન ગ્રેડ III: ન્યૂનતમ – 18 વર્ષ, મહત્તમ – 30 વર્ષ
SC/ST, પૂર્વ સૈનિક, PWD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગ: 250 રૂપિયા
– અન્ય તમામ ઉમેદવારો: 500 રૂપિયા

પગાર ધોરણ
– 19,900 – 29,200 રૂપિયા પ્રતિ માસ
પસંદગી પ્રક્રિયા
– CBT પરીક્ષા
– ડોક્યુમેન્ટ વેરિફિકેશન
– મેડિકલ ફિટનેસ ટેસ્ટ

અરજી કેવી રીતે કરવી?
– સત્તાવાર વેબસાઈટ www.rrbapply.gov.in પર જાઓ.
– સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.
– તમારું નામ, ઈમેલ સરનામું, મોબાઈલ નંબર અને અન્ય માહિતી દાખલ કરો.
– જન્મ પ્રમાણપત્ર સહિત જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરો.
– રજિસ્ટ્રેશન ફી જમા કરો.
– ફાઈનલ સબમિટ કરીને સેવ કરો અથવા પ્રિન્ટઆઉટ લઈ લો.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!