ચા સાથે સમોસા ખાવાનો ટ્રેન્ડ વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ આ મિશ્રણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે : સમોસામાં કેલરી અને ચરબી વધુ હોય છે, જે પેટના સ્વાસ્થ્યને બગાડી શકે છે

અમદાવાદ, મંગળવાર : હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે ચા અને સમોસાનો સ્વાદ ખૂબ જ સારો હોય છે, પરંતુ આ કોમ્બિનેશનને આરોગ્ય માટે સારું માનવામાં આવતું નથી. સમોસા તળેલા હોય છે અને તેમાં ઘણું ફેટ અને કેલરી હોય છે. બીજી બાજુ, દૂધ અને ખાંડવાળી ચા પણ આરોગ્ય માટે સારી માનવામાં આવતી નથી. ખાસ કરીને જે લોકો પેટની સમસ્યાઓ અથવા એસિડિટીથી પીડાતા હોય, તેઓ આ કોમ્બિનેશનથી દૂર રહેવું જોઈએ. સમોસામાં ભરપૂર કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે પેટમાં એસિડિટી પેદા કરી શકે છે. જો તમે તેને ચા સાથે ખાશો, તો તે પાચન તંત્રને વધુ અસર કરી શકે છે, જેના કારણે ગેસ, અપચો અથવા પેટમાં દુખાવાની સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો, તો ચા અને સમોસા ખાવાથી દૂર રહો. સમોસામાં હાઈ ફેટ અને હાઈ કેલરી હોય છે, જે શરીરમાં વધારાના ફેટ જમા કરવામાં મદદ કરે છે. આથી વજન વધવાની સંભાવના વધારે છે. જો તમે તમારું વજન નિયંત્રિત રાખવા માંગો છો, તો ચા સાથે સમોસા ખાવું તમારા માટે યોગ્ય વિકલ્પ ન હોઈ શકે. સમોસા અને ચા શુગર લેવલ પર પણ અસર કરી શકે છે. સમોસામાં વધુ તેલ અને મેંદાનો ઉપયોગ થાય છે, જેના કારણે શુગર લેવલ ઝડપથી વધી શકે છે. જેમને ડાયાબિટીસ છે, તેઓએ ચા સાથે સમોસા ખાવાથી દૂર રહેવું જોઈએ. આથી સમસ્યા થઈ શકે છે. ચા સાથે સમોસા ખાવાથી પાચન તંત્ર પર પણ દબાણ પડી શકે છે. સમોસા તળેલા હોય છે અને તે ફેટ, તેલ અને મસાલાથી ભરપૂર હોય છે. આ પ્રકારના ખોરાક પાચનમાં મુશ્કેલી પેદા કરી શકે છે. ચા સાથે સમોસા ખાવાથી પેટમાં ભારેપણું અનુભવાઈ શકે છે, જે પાચન પ્રક્રિયાને ધીમી કરી દે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ક્યારેક ચા સાથે સમોસાનો આનંદ માણવામાં કોઈ વાંધો નથી, પરંતુ વારંવાર એવું ન કરવું જોઈએ. જો આરોગ્યના દ્રષ્ટિકોણથી જુઓ તો આ સારું કોમ્બિનેશન નથી. તેથી ચા અને સમોસા માટે મર્યાદા નક્કી કરવી ખૂબ જ જરૂરી છે.











