બનાસકાંઠામાં 81% વરસાદથી ‘લીલો દુષ્કાળ’: જળાશયોમાં પાણીની અછતથી ખેડૂતો ચિંતિત

ખેડૂતો અને સ્થાનિક સત્તાવાળાઓ માટે આ એક બેવડી ચેલેન્જ છે, એક તરફ ભારે વરસાદથી પાક નષ્ટ થયો છે અને બીજી તરફ ભવિષ્ય માટે પાણીનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

બનાસકાંઠા, રવિવાર
આ વર્ષે જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં સિઝનનો 63% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67% વરસાદ પડ્યો છે. જોકે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 81.60% જેટલો ભારેખમ વરસાદ થયો છે, જેણે એક અનોખી અને ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. એક તરફ ભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ‘લીલો દુષ્કાળ’ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીનો પુરવઠો ખતરા સમાન ઓછો છે, જે ભવિષ્ય માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે.

ખેડૂતોની મહેનત પાણીમાં
બનાસકાંઠાના 14 તાલુકાઓમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક એરિયાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોના બાજરી, મગફળી અને અન્ય મહત્વના પાકોને અનેકઘણું નુકસાન થયું છે. ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં ગઈ છે અને તેમના હાથમાં આવેલો પાક તબાહ થઈ ગયો છે. આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની અને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

જળાશયો ખાલી, સિંચાઈનું સંકટ
ચિંતાની વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડવા છતાં બનાસકાંઠાના મોટા જળાશયો જેમ કે સિપુ અને દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછો છે. હાલમાં જિલ્લાના જળાશયોમાં માત્ર 22.09% પાણીનો જથ્થો છે. સિપુ ડેમમાં તો માત્ર 11.92% અને દાંતીવાડા ડેમમાં 27.4% જ પાણી બચ્યું છે.

ખાસ કરીને સિપુ ડેમની પરિસ્થિતિ એલર્ટ સમાન છે. 2017ના ચોમાસા પછી આ ડેમમાં ભાગ્યે જ પાણી આવ્યું છે અને આ વર્ષે પણ સ્થિતિ સુધરી નથી. આ કારણે ડેમ પર આધારિત ખેતી કરતા પૂર્વ વિસ્તારના ખેડૂતોમાં tensionનું વાતાવરણ છે. જો વરસાદ વધુ ખેંચાશે, તો આ વિસ્તારમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે છે. પશ્ચિમ વિસ્તારમાં કેનાલ દ્વારા સિંચાઈની facilities હોવાથી ત્યાંના ખેડૂતોને થોડી relief છે, પરંતુ પૂર્વ વિસ્તારના ખેડૂતોને આનાથી કોઈ ફાયદો થયો નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!