ગુજરાતમાં જૂની પેન્શન યોજના: 60 હજાર કર્મચારીઓને મળશે લાભ, જાણો કોને થશે ફાયદો

ગુજરાત સરકારે 1 એપ્રિલ, 2005 પહેલાંની ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા પરંતુ મોડા નોકરીએ લાગેલા અંદાજે 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

રાજ્યના હજારો સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ, 2005 પહેલાં ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા પરંતુ વહીવટી વિલંબ કે અન્ય કારણોસર નોકરીમાં મોડા જોડાયેલા કર્મચારીઓને ‘જૂની પેન્શન યોજના’ (OPS) નો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી અંદાજે 60 હજાર કર્મચારીઓને સીધો લાભ મળશે.

કોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ?
પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરી દ્વારા તમામ વિભાગો પાસેથી પાત્ર કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે. જે કર્મચારીઓ માટે નીચેની શરતો લાગુ પડે છે તેમને આ યોજનાનો લાભ મળશે:

ભરતી પ્રક્રિયા: જે કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા કે જાહેરાત 1 એપ્રિલ, 2005 પહેલાં થઈ ગઈ હતી.

નોકરીમાં વિલંબ: સરકારી વિલંબ, કોર્ટ કેસ અથવા અન્ય વહીવટી કારણોસર જેમની નોકરીની શરૂઆત 2005 પછી થઈ હોય.

પાત્રતા: આમાં મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા, વહીવટી કારણોસર મોડા જોડાયેલા અને ફિક્સ પગાર બાદ નિયમિત થયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કયા કર્મચારીઓ બાકાત રહેશે?
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા જ 1 એપ્રિલ, 2005 પછી શરૂ થઈ હોય, તેમને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે નહીં.

વિભાગોને સૂચના અને ચકાસણી
સરકારે તમામ વિભાગોને પાત્ર કર્મચારીઓની યાદી તાત્કાલિક તૈયાર કરવા આદેશ આપ્યો છે. આ કામગીરીને ‘અર્જન્ટ’ કેટેગરીમાં રાખવામાં આવી છે. પેન્શન નિયામક કચેરી દ્વારા કર્મચારીઓના GPF ખાતાની વિગતો, નિવૃત્તિની માહિતી અને અન્ય જરૂરી દસ્તાવેજોની કડક ચકાસણી કરવામાં આવશે.આ નિર્ણય સાથે, લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહેલા કર્મચારીઓ માટે હવે માર્ગ સાફ થઈ ગયો છે, જે તેમની નિવૃત્તિ બાદના આર્થિક સુરક્ષા માટે મોટું પગલું માનવામાં આવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!