ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: રાજ્યના 17 તાલુકાઓમાં મેઘરાજાની મહેર!

રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે હવામાન નિષ્ણાતોએ 25 જુલાઈથી બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમને કારણે ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, રાજ્યના ૧૭ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે. જોકે, હાલ કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો નથી.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ (ઈંચમાં)
રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા હળવા વરસાદના આંકડા નીચે મુજબ છે:

0.12 થી 0.2 ઇંચ: પ્રાંતિજ (0.2), સુરત શહેર (0.16), ગાંધીધામ (0.16), નખત્રાણા (0.12), ઇડર (0.12), માણસા (0.12), નિઝાર (0.12), અને કલ્યાણપુર (0.12).

0.04 થી 0.08 ઇંચ: તલોદ (0.08), જૂનાગઢ (0.08), વાલોદ (0.08), ડોલવણ (0.08), ભુજ (0.04), જેતપુર (0.04), નવસારી (0.04), અને ભીલોડા (0.04).

20 જુલાઈ સુધીની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, જામનગર અને મોરબી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

વરસાદી માહોલ: પંચમહાલ અને મહીસાગરમાં ૧૫ જુલાઈથી, જ્યારે ૧૬ થી ૨૦ જુલાઈ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

દક્ષિણ અને સૌરાષ્ટ્ર: સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ૨૦ જુલાઈ સુધી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.

નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી: 25 જુલાઈથી ભારે વરસાદનો રાઉન્ડ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, 15 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળશે, જે સાર્વત્રિક નહીં હોય. પરંતુ, 22 થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે 25 જુલાઈથી 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો ‘બીજો રાઉન્ડ’ આવશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!