Gujarat Rain forecast: રાજ્યમાં મેઘાની બેટિંગ રહેશે યથાવત્, આજે અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો IMDની લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ત્યારે ખાસ કરીને આજે બુધવાર એટલે 24 કલાક માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે.

આજે, બુધવારે, હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે (ઓરેન્જ એલર્ટ). પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, ગુરુવારે અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની આગાહી કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!