ગુજરાતમાં ભારે વરસાદ: 7 જળાશયો હાઈએલર્ટ પર, NDRF-SDRF તૈનાત, અનેક રસ્તાઓ બંધ!

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યની નદીઓમાં નવા નીરનું આગમન થયું છે અને તે બંને કાંઠે વહી રહી છે.

ગાંધીનગર, બુધવાર
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતના 7 જળાશયોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 6 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યા છે.

જળાશયોની સ્થિતિ
હાઈએલર્ટ પરના જળાશયોમાં ધાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ, રંગોડા, ધોળીધજા, અને મલાણ. તો 100 ટકા ભરાયેલા જળાશયોમાં રાજ્યના 6 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે.

સ્થળાંતર અને રેસ્ક્યુ
કુલ સ્થળાંતર: અમરેલીમાંથી 80 અને બોટાદમાંથી 40 સહિત કુલ 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કુલ રેસ્ક્યુ: અત્યાર સુધીમાં 109 લોકોનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

બચાવ દળોની તૈનાતી
NDRFની 5 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે (અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, અને સુરતમાં 1-1 ટીમ), જ્યારે 10 ટીમો સ્ટેન્ડબાય પર છે. તો SDRFની 20 ટીમો રાજ્યભરમાં ડિપ્લોય કરવામાં આવી છે.

વીજળી અને રસ્તાઓની સ્થિતિ
વીજળી ગુલના કેસમાં કુલ 241 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તો વીજ પોલ ધરાશાયીના કેસમાં 579 વીજ પોલ ધરાશાયી થયા છે. તો નેશનલ હાઈવે બંધમાં ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ છે. તો સ્ટેટ હાઈવે બંધના કેસમાં કુલ 10 સ્ટેટ હાઈવે પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેમાં મોરબીમાં 1, ભાવનગરમાં 5, સુરેન્દ્રનગર અને બોટાદમાં 2-2નો સમાવેશ થાય છે. જેમાં પંચાયત હસ્તકના રસ્તાના 95 રસ્તા પણ વાહનવ્યવહાર માટે બંધ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!