ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાઓની શાળાઓમાં આ કાર્યક્રમો 3 તબક્કામાં થઈ રહ્યા છે. કલોલ તાલુકામાં આવેલી શ્રી વાસુદેવ વિદ્યાલય જામલા અને મહેતા પી.કે. વિદ્યાલય, વેડા ખાતે વિદ્યાર્થીઓ માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન થયું હતું.

ગાંધીનગર, ગુરુવાર
ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ જ થીમને આગળ ધપાવતા ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ થીમ હેઠળ યોજાયેલી આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ અનોખો ઉત્સાહ દર્શાવ્યો.
આ કાર્યક્રમોમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા જેવા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને વેશભૂષા સ્પર્ધામાં બાળકોએ વીર વીરાંગનાઓની સુંદર પોશાક પહેરીને ‘હર ઘર તિરંગા’નો પાવરફૂલ સંદેશો આપ્યો હતો. આ દ્રશ્યોએ દેશભક્તિના માહોલને વધુ ગહન બનાવ્યો.
શાળાઓમાં ઉત્સાહભેર ઉજવણી
ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાઓની શાળાઓમાં આ કાર્યક્રમો 3 તબક્કામાં થઈ રહ્યા છે. કલોલ તાલુકામાં આવેલી શ્રી વાસુદેવ વિદ્યાલય જામલા અને મહેતા પી.કે. વિદ્યાલય, વેડા ખાતે વિદ્યાર્થઈઓ માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન થયું હતું. અહીં વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા ભજવીને સૌનું ધ્યાન ખેંચ્યું.

આ ઉપરાંત, વખારીયા પી.જે. હાઈસ્કૂલ, કલોલ, ઉનાવાની શેઠ સી.સી. શાહ હાઈસ્કૂલ અને માણસાની રામરંગ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ – કુવાદરા ખાતે ‘હર ઘર તિરંગા’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની કળાના માધ્યમથી ત્રિરંગાનું મહત્વ સમજાવ્યું હતું.
આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાનો છે. આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને દેશના ગૌરવશાળી ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકો વિશે જાણવાની તક મળી રહી છે.










