બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં 64.66 ટકા ઐતિહાસિક મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલા તબક્કામાં મતદારોએ અસાધારણ ઉત્સાહ દર્શાવતા ઐતિહાસિક ૬૪.૬૬ ટકા મતદાન નોંધાવ્યું છે.

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલા તબક્કામાં મતદારોએ અસાધારણ ઉત્સાહ દર્શાવતા ઐતિહાસિક ૬૪.૬૬ ટકા મતદાન નોંધાવ્યું છે. ગુરુવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલેલું મતદાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આ વોટિંગ ટકાવારી માત્ર પાછલી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ (૫૭% થી વધુ) કરતાં જ વધારે નથી, પરંતુ ૧૯૫૨થી લઈને અત્યાર સુધીમાં થયેલા તમામ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૯૫૨ થી ૨૦૨૦ સુધીના છ વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર ત્રણ વખત ૬૦ ટકાનો આંકડો પાર થયો હતો, જેમાં આ વખતે મોટો વધારો થયો છે. આ રેકોર્ડબ્રેક મતદાનને કારણે રાજ્યમાં રાજકીય ગણગણાટ વધી ગયો છે.

મુખ્ય નિર્વાચન આયુક્ત જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે લોકતંત્રના આ પર્વને સફળ બનાવવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. બિહારમાં પહેલીવાર ૧૦૦ ટકા મતદાન કેન્દ્રો પર લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું, જેના પર ઉચ્ચ અધિકારીઓએ સીધી નજર રાખી. વધુમાં, આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (IEVP) હેઠળ છ દેશોના પ્રતિનિધિઓએ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું અને તેની પ્રશંસા કરી.

આ તબક્કામાં ૧૮ જિલ્લાઓની ૧૨૧ બેઠકો પર લગભગ ૩.૭૫ કરોડ મતદારોએ ૧,૩૧૪ ઉમેદવારોના ભાવિને ઈવીએમમાં સીલ કરી દીધું છે. વધેલા મતદાનને NDA જનવિશ્વાસનું પ્રતીક ગણાવી રહ્યું છે, જ્યારે મહાગઠબંધન તેને પરિવર્તનની આહટ માની રહ્યું છે. પરિણામ ૧૪ નવેમ્બરે જાહેર થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!