ભારતમાં ટોલ કલેક્શન સિસ્ટમમાં જબરદસ્ત ફેરફાર, 7 દિવસમાં ઓટોમેટિક કપાશે ટોલ

NHAI દ્વારા આ સિસ્ટમ ધીમે ધીમે આખા દેશમાં લાગુ કરવાની યોજના છે. શરૂઆતમાં આ સિસ્ટમ કોમર્શિયલ વ્હીકલ માટે હશે, જેથી કોઈ પણ ટેક્નિકલ સમસ્યાને સમયસર સુધારી શકાય.

નવી દિલ્હી, બુધવાર
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દેશમાં ટોલ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે. આ નવી સિસ્ટમ, જેને મલ્ટી લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ કહેવાય છે, તેમાં વાહનોએ ટોલ પ્લાઝા પર ઊભા રહેવું પડશે નહીં. આ વર્ષના અંત સુધીમાં આ સિસ્ટમ અમુક પસંદગીના ટોલ પ્લાઝા પર શરૂ થઈ શકે છે.

નવી MLFF સિસ્ટમથી ગાડીને ઊભી રાખ્યા વગર જ ટોલ કપાશે. આ સિસ્ટમમાં FASTag અને ANPR ટેકનોલોજીનો ઉપયોગ થશે. ચોક્કસ સમયમર્યાદામાં ટોલની રકમ આપોઆપ કપાઈ જશે. શરૂઆતમાં આ સિસ્ટમ અમુક commercial vehicles જેમ કે ટ્રકો અને બસો માટે લાગુ થશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે, ત્યારે ત્યાં લગાવેલા ANPR કેમેરા અને RFID ટેકનોલોજી વાહનનો નંબર અને FASTag ડેટા વાંચી લેશે. આ ડેટાના આધારે ટોલની રકમ આપોઆપ કપાઈ જશે. આ આખી પ્રક્રિયા એટલી ઝડપી હશે કે વાહનને સ્પીડ ધીમી કરવાની પણ જરૂર પડશે નહીં. આનાથી સમય અને ઈંધણ બંનેની બચત થશે.

જો કોઈ કારણસર ટોલની રકમ તરત કપાઈ નહીં, તો સિસ્ટમ દ્વારા 7 દિવસની અંદર બાકી રહેલી રકમ FASTag એકાઉન્ટમાંથી ઓટોમેટિકલી કપાઈ જશે. જો 7 દિવસમાં પણ ચુકવણી ન થાય, તો વાહનના માલિકને ઈ-નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસમાં ઓનલાઈન ટોલ ભરવાની સુવિધા આપવામાં આવશે. ઈ-નોટિસનો જવાબ ન મળતાં, રિમાઇન્ડર નોટિસ પણ મોકલવામાં આવશે.

પાયલટ પ્રોજેક્ટ અને ભવિષ્યની યોજના
શરૂઆતના તબક્કામાં આ સિસ્ટમ ગુજરાતના ચોર્યાસી તેમજ અન્ય રાજ્યના ઘરૌંડા, નેમિલી, બિજવાસન, પંચગાવ, મનોહરપુરા, શાહજહાંપુર, દૌલતપુરા અને UER-II જેવા ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે.

NHAI દ્વારા આ સિસ્ટમ ધીમે ધીમે આખા દેશમાં લાગુ કરવાની યોજના છે. શરૂઆતમાં આ સિસ્ટમ કોમર્શિયલ વ્હીકલ માટે હશે, જેથી કોઈ પણ ટેક્નિકલ સમસ્યાને સમયસર સુધારી શકાય. ત્યારબાદ તેને તમામ પ્રાઇવેટ કાર માટે પણ લાગુ કરવામાં આવશે. આનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને ટ્રાફિક પણ સ્મૂથ ચાલશે.

આ સિસ્ટમમાં physical toll plaza કે કર્મચારીઓ નહીં હોય. તેના બદલે, ખંભાઓ પર લાગેલા સેન્સર અને કેમેરા દ્વારા બધું કામ થશે, જેનાથી ટોલ કલેક્શનની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!