IBPS ક્લાર્ક ભરતી 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યાઓ 10 હજારથી વધુ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે.

અમદાવાદ, રવિવાર
હજારો બેરોજગાર યુવાનો માટે ખુશખબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન એ ક્લાર્ક ભરતી 2025 માટે 10,277 જગ્યાઓ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારી બેંકમાં જોબ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. IBPS CRP-CSA XV અંતર્ગત આ ભરતી દેશભરની 11 સરકારી બેંકોમાં ક્લાર્ક પદો માટે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
* ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 1 ઓગસ્ટ, 2025
* ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ, 2025
* પ્રીલિમ પરીક્ષા: 4, 5 અને 11 ઓક્ટોબર, 2025
* મેઈન્સ પરીક્ષા: 29 નવેમ્બર, 2025
પગાર અને અન્ય ભથ્થાં
આ ભરતી દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને 24,050 થી 64,480 સુધીનો માસિક પગાર મળશે, જેમાં અન્ય ભથ્થાં પણ સામેલ હશે.
અરજી પ્રક્રિયા
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ, 2025 છે, તેથી ઉમેદવારોને સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
* સૌ પ્રથમ, IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
* IBPS Clerk Recruitment 2025ના લિંક પર ક્લિક કરો.
* New Registration પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો.
* રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
* પર્સનલ અને એકેડમિક ડિટેલ્સ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
* અરજી ફી ઓનલાઈન ભરો.
* છેલ્લે ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો.
પરીક્ષા અને સિલેક્શન પ્રોસેસ
* IBPS ક્લાર્ક ભરતી માટે પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં થશે:
* પ્રીલિમ્સ એક્ઝામ: ઓક્ટોબર 2025 માં યોજાશે.
* મેઈન્સ એક્ઝામ: નવેમ્બર 2025 માં યોજાશે.
* અરજી કરતા પહેલા, ઉમેદવારોને સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે જેથી બધી શરતો અને પાત્રતા માપદંડ વિશે સ્પષ્ટ માહિતી મળી રહે.











