જંતર-મંતર પર પ્રદર્શન અને ત્યારબાદ થયેલી અટકાયતને પગલે આ ઘટનાએ રાજકીય ચર્ચા જગાવી છે. પોલીસ તરફથી સમગ્ર મામલે સત્તાવાર નિવેદન આવે તો ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.

દિલ્હીના જંતર-મંતરને ‘નો પ્રદર્શન સ્થળ’ જાહેર કર્યાંના બીજા જ દિવસે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ત્યાં જ પ્રદર્શન કર્યું હતું. મંગળવારે સવારે પણ CJPએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે પછી દિલ્હી પોલીસે પાર્ટીના સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી હતી.
સૌરવ દાસ કેટલાક મિત્રો સાથે જંતર-મંતર આવ્યા હતા. તેમની સાથે CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાને પણ પોલીસે અટકાયતમાં લીધા હતા.
જેડીયુ ઓફિસમાં ઘુસીને ગેટ કૂદ્યો
એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિત કેટલાક CJP સભ્યો જંતર-મંતર નજીક જેડીયુ ઓફિસના પરિસરમાં ઘૂસી ગયા અને જંતર-મંતરની એક બાજુના ગેટને કૂદી ગયા. દિલ્હી પોલીસે તે બધાની અટકાયત કરી છે. આ મામલે પોલીસ એફઆઈઆર પણ દાખલ કરી શકે છે.
આશુતોષ રાંકાનો વીડિયો
આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવવામાં આવી રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.











