મધ્ય પૂર્વ સંકટ પર જિનપિંગનું નિવેદન,ઇઝરાયેલે યુદ્વવિરામ કરવો જોઇએ!

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જેમાં બંને નેતાઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમણે તમામ સંબંધિત પક્ષોને, ખાસ કરીને ઇઝરાયલને, શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ કરી હતી, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે.

 

નવી દિલ્હી,ગુરૂવાર:  ઈરાન અને ઈઝરાયલ સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે, આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જિનપિંગે સ્પષ્ટપણે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ ઉકેલવા માટે સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા યુદ્ધવિરામ છે અને આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લાવવાનો માર્ગ બળનો ઉપયોગ ન હોઈ શકે.

ચીનની અગ્રણી સમાચાર એજન્સી પીપલ્સ ડેઇલી અનુસાર, રાષ્ટ્રપતિ જિનપિંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જેમાં બંને નેતાઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમણે તમામ સંબંધિત પક્ષોને, ખાસ કરીને ઈઝરાયલને, શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ પણ કરી હતી, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે. જિનપિંગે પુનરોચ્ચાર કર્યો કે ચીન હંમેશા વાતચીત અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું નિરાકરણ લાવવાના પક્ષમાં રહ્યું છે અને બળનો ઉપયોગ કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ હોઈ શકે નહીં.

તમને જણાવી દઈએ કે ઈઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે. જવાબમાં ઈરાને તેલ અવીવ, બીરશેબા, રામતાગન અને હોલોન જેવા અનેક ઈઝરાયલી શહેરો પર 4 બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આમાંથી એક મિસાઇલ તેલ અવીવની સોરોકા હોસ્પિટલ પર પડી, જેના કારણે આખી હોસ્પિટલમાં ગભરાટ ફેલાયો. ઉપરાંત, આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!