સાંસદ નહીં, મંત્રી બનવાની આશા હતી : કંગનાનું વિવાદાસ્પદ નિવેદન

કંગના રણૌત ફરી એકવાર પોતાના ઉઘડ નિવેદનને લઈને ચર્ચામાં આવી : કંગનાએ કહ્યું કે સાંસદ તરીકે કામમાં તેમને “મજા નથી આવી રહી

સાંસદ નહીં મંત્રી બનવાની આશા હતી કંગનાનું વિવાદાસ્પદ નિવેદન

મુંબઈ, શુક્રવાર : હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપની સાંસદ તરીકે ચૂંટાયેલી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત ફરી એકવાર પોતાના ઉઘડ નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે સાંસદ તરીકે કામમાં તેમને “મજા નથી આવી રહી” અને રાજકારણને “મોંઘો શોખ” ગણાવ્યો છે.કંગનાએ કહ્યું કે જ્યારે ભાજપે તેમને ટિકિટ આપી, ત્યારે તેમને વિશ્વાસ હતો કે તેમનો પ્રોફાઇલ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેડી, પદ્મશ્રી પુરસ્કાર અને મજબૂત જીતને કારણે તેઓ મંત્રીપદ માટે લાયક માનવામાં આવશે. “મને લાગતું હતું કે મને કોઈ વિભાગ મળશે,” તેમ કંગનાએ ઉમેર્યું.

કંગનાએ કહ્યું કે સાંસદ તરીકેનો એક વર્ષનો સમય પણ સરળ નહોતો. “લોકો મારી પાસે પંચાયત લેવલની સમસ્યાઓ લઈને આવે છે,” તેમ તેમણે વ્યથા વ્યક્ત કરી. સંસદના દાયિત્વો અને સંબંધિત ખર્ચોને લઈને પણ કંગના નિખાલસ બની. “સેલેરીનો મોટો ભાગ ડ્રાઈવર અને કૂક પર ખર્ચાઈ જાય છે. જ્યારે મતવિસ્તારના પ્રવાસ માટે સ્ટાફ સાથે જવું પડે ત્યારે લાખો ખર્ચાય છે,” તેમ તેમણે કહ્યું.તેમણે એ પણ કહ્યું કે ચૂંટણી પહેલાં તેમને એવું જણાયું હતું કે માત્ર 60-70 દિવસ સંસદમાં હાજર રહેવાનું રહેશે અને બાકી સમય તેઓ પોતાના કામ માટે ઉપયોગ કરી શકશે. “હવે સમજાઈ રહ્યું છે કે સાંસદ બનવું કેટલી મોટી જવાબદારી છે,” તેમ કંગનાએ ખેદ વ્યક્ત કર્યો.અંતે કંગનાએ મંડીના તમામ ભૂતપૂર્વ સાંસદોને પડકાર આપ્યો કે લોકસભામાં હાજરી અને પુછાયેલા પ્રશ્નોના મામલે તેમનું પ્રદર્શન બધાથી વધુ રહ્યું છે. “વીજળી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ગંભીર મુદ્દાઓ મેં ઉઠાવ્યા છે,” તેમ તેઓએ જણાવ્યું. હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રણૌત ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને સાંસદ તરીકે કામ કરવાની મજા નથી આવી રહી. કંગનાએ પ્રામાણિક રીતે રાજકારણમાં ટકી રહેવાને મોંઘો શોખ ગણાવ્યો હતો.

સાંસદ બનવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે : કંગના
કંગનાએ ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે ‘BJPએ જ્યારે મને ટિકિટ ઓફર કરી હતી, ત્યારે મને કહેવામાં આવ્યું કે તમને માત્ર 60થી 70 દિવસ જ સંસદમાં હાજર રહેવું પડશે, બાકીના દિવસો તમે તમારું કામ કરી શકો છો. હવે સમજાઈ રહ્યું છે કે સાંસદ બનવું કેટલું મુશ્કેલ કામ છે.’કંગનાએ કહ્યું ‘જો તમે પ્રામાણિક છો તો પછી રાજકારણ એક મોંઘો શોખ છે. સેલેરીનો મોટો ભાગ કુક અને ડ્રાઈવરની સેલરી પર ખર્ચાઈ જાય છે. જ્યારે મારે મારા મતવિસ્તારના કોઈપણ ભાગમાં સ્ટાફ સાથે જવું પડે છે અને તેમની સાથે કારમાં પ્રવાસ કરવો પડે છે, ત્યારે લાખો રૂપિયા ખર્ચાય છે.’ મંત્રી બનવાના પ્રશ્ન પર કંગનાનું કહ્યું ‘ જેવો મારો પ્રોફાઇલ છે, જે રીતના વ્યવસાયથી હું આવું છું, હું એક ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને લેખિકા છું. મારી પાસે દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મશ્રી પણ છે. મે એક ખૂબ જ મુશ્કેલ સીટ પણ જીતી છે. મારા યોગદાનને ધ્યાનમાં રાખીને મને લાગતું હતું કે હું મંત્રી તો બનીશ અને કોઈ વિભાગ મળશે.’

મંડીના ભૂતપૂર્વ સાંસદોને કંગનાનો પડકાર
કંગનાએ કહ્યું સાંસદ તરીકે મારો એક વર્ષનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. મેં મંડીના અત્યાર સુધીના બધા જ ભૂતપૂર્વ MPને પડકારી રહી છું કે, મારી હાજરી અને લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નો બધાથી વધારે છે. મેં લોકસભામાં વીજળી, ડિઝાસ્ટર જેવા મુદ્દા પણ ઉઠાવ્યા છે. કંગનાએ કહ્યું ‘મને સાંસદ તરીકે કામમાં મજા નથી આવી રહી. કારણ કે લોકો મારી પાસે પંચાયત સ્તરની સમસ્યા લઇને આવે છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!