કાર ખરીદતા પહેલા આ 8 વાતોનું રાખો ધ્યાન, 7 સીટર કાર ખરીદવી થશે સરળ અને ફાયદાકારક

નવી 7 સીટર કાર ખરીદતા પહેલા કઈ 8 મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ લેખમાં અમે તમને કમ્ફર્ટથી લઈને માઇલેજ અને સેફ્ટી ફીચર્સ સુધીની તમામ મહત્વપૂર્ણ ટિપ્સ જણાવીશું, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

અમદાવાદ, સોમવાર
આજના સમયમાં બજેટ પ્રાઇસમાં પણ 7 સીટર કારના ઘણા ઓપ્શન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ, યોગ્ય કાર પસંદ કરવી થોડી ચેલેન્જિંગ બની શકે છે. જો તમે પણ એક ફેમિલી માટે નવી 7 સીટર કાર લેવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલી 8 મહત્વપૂર્ણ બાબતો તમને નિર્ણય લેવામાં ખૂબ મદદ કરશે.

1. ફક્ત સીટ નહીં, કમ્ફર્ટ પણ જુઓ
7 સીટર કારનો અર્થ માત્ર સાત લોકોની બેસવાની કેપેસિટી નથી, પરંતુ દરેક પેસેન્જરનો કમ્ફર્ટ પણ એટલો જ જરૂરી છે. ખાસ કરીને થર્ડ-રો સીટ્સમાં પૂરતો લેગરૂમ અને હેડરૂમ હોવો જોઈએ જેથી એડલ્ટ પણ આરામથી બેસી શકે. થર્ડ-રો સુધી પહોંચવું કેટલું ઇઝી છે, તે પણ ચેક કરવું જોઈએ.

2. બૂટ સ્પેસ અને લેઆઉટ પર ધ્યાન આપો
કારની સીટ્સ કેટલી ફોલ્ડેબલ અને એડજસ્ટેબલ છે તે જોવું જરૂરી છે. જ્યારે બધી સીટ્સ ઉપયોગમાં હોય ત્યારે પણ પૂરતી બૂટ સ્પેસ હોવી જોઈએ, જેથી ટ્રાવેલિંગ દરમિયાન લગેજ સ્ટોર કરી શકાય.

3. પરફોર્મન્સ અને માઇલેજનું સંતુલન
7 સીટર કાર્સ સામાન્ય રીતે મોટી અને હેવી હોય છે. આથી, એન્જિન પાવરફુલ હોવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે કાર ફુલ લોડેડ હોય. ઉપરાંત, માઇલેજ પણ સંતુલિત હોવી જોઈએ જેથી રનિંગ કોસ્ટ કંટ્રોલમાં રહે. પેટ્રોલ કે ડીઝલ એન્જિન પસંદ કરતી વખતે લોન્ગ-ટર્મ ખર્ચ ધ્યાનમાં રાખવો.

4. સેફ્ટી ફીચર્સ સાથે નો કોમ્પ્રોમાઇઝ
ફેમિલી માટે કાર ખરીદતી વખતે સેફ્ટી સૌથી ઈમ્પોર્ટન્ટ છે. કારમાં મલ્ટીપલ એરબેગ્સ, ABS, EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESP) અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર જેવા ફીચર્સ હોવા જ જોઈએ. કારનું ક્રેશ ટેસ્ટ રેટિંગ પણ અવશ્ય ચેક કરો.

5. કમ્ફર્ટ અને ઇન્ફોટેનમેન્ટ ફીચર્સ
લાંબી મુસાફરીને આરામદાયક બનાવવા માટે, કારમાં રીઅર AC વેન્ટ્સ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ચાર્જિંગ પોઈન્ટ્સ જેવા ફીચર્સ ખૂબ કામ લાગે છે. આ ફીચર્સ ખાસ કરીને બાળકો સાથે ટ્રાવેલિંગ કરતી વખતે બહુ ઉપયોગી છે.

6. ઓન-રોડ પ્રાઇસ નહીં, મેન્ટેનન્સ કોસ્ટ પણ જુઓ
કાર ખરીદતી વખતે માત્ર તેની કિંમત જ નહીં, પરંતુ સર્વિસ કોસ્ટ, ઇન્શ્યોરન્સ, ટેક્સ અને સ્પેરપાર્ટ્સની અવેલેબિલિટી પણ ધ્યાનમાં લેવી જોઈએ. એવી બ્રાન્ડ પસંદ કરો જેની સર્વિસ સસ્તી હોય અને સર્વિસ સેન્ટર્સ ઈઝીલી મળી રહે.

7. રિસેલ વેલ્યુ પણ ધ્યાનમાં રાખો
ભલે આ તમારી પ્રાયોરિટી ન હોય, પણ જ્યારે તમે 3-5 વર્ષ પછી કાર વેચવા માંગતા હોવ ત્યારે તેની રિસેલ વેલ્યુ મહત્વની બની જાય છે. અમુક બ્રાન્ડ્સની કાર્સનું માર્કેટમાં ઘણું ડિમાન્ડ હોય છે અને તેની વેલ્યુ લાંબા સમય સુધી સારી રહે છે.

8. તમારી જરૂરિયાતોને પ્રાયોરિટી આપો
છેલ્લે, સૌથી ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારી જરૂરિયાતો શું છે? શું તમે મોટાભાગે શહેરમાં ડ્રાઇવ કરશો કે હાઇવે ટ્રિપ્સ માટે કાર વાપરશો? તમને વધુ બૂટ સ્પેસ જોઈએ છે કે વધુ સીટિંગ સ્પેસ? આ બાબતો ક્લિયર કર્યા પછી જ નક્કી કરો કે કોમ્પેક્ટ MPV કે મોટી SUV તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!