અમેરિકન સિંગર મેરી મિલબેનનો ચોંકાવનારો દાવો: CJP અને અભિજીત દીપકેને US ડોનર્સ તરફથી ફંડિંગ, અંતિ-મોદી એજન્ડાનો આક્ષેપ

CJPના સ્થાપક અભિજીત દીપકેએ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે વિદેશીઓને ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો અધિકાર નથી અને અમે અમારા મુદ્દાઓ પોતે હલ કરી શકીએ છીએ. આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી.

અમેરિકન ગાયિકા મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી (CJP) અને તેના સ્થાપક અભિજીત દીપકે પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધી અમેરિકન દાતાઓ તરફથી CJPને નાણાકીય સહાય મળી રહી છે.

મેરી મિલબેનનો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મિલબેને લખ્યું કે, “ભારતના તમામ યુવા દેશભક્તો માટે આ ચૂપ બેસવાનો સમય નથી. અભિજીત દીપકે અને કોકરોચ જનતા પાર્ટીને અમેરિકાથી ફંડિંગ મળી રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વમાં તમારા ભવિષ્યની વિરુદ્ધ છે.”

તેમણે વધુમાં કહ્યું કે આવા દાતાઓ વૈશ્વિક સ્તરે કન્ઝર્વેટિવ નેતાઓને નિશાન બનાવે છે, અમેરિકામાં ભણેલા વ્યક્તિને શોધીને કટ્ટરપંથી બનાવે છે અને પાછા દેશ મોકલીને અરાજકતા ફેલાવવા માટે ફંડ આપે છે. મિલબેને ભારતના યુવાનોને CJPની વિઘટનકારી વિચારધારાનો શાંતિપૂર્ણ વિરોધ કરવા અપીલ કરી છે.

અભિજીત દીપકેનો જવાબ

CJPના સ્થાપક અભિજીત દીપકેએ આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “વિદેશીઓને ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો અધિકાર કોણે આપ્યો? અમે અમારા મુદ્દાઓ પોતે હલ કરવા સક્ષમ છીએ. અમને બહારના લોકોની દખલગીરીની જરૂર નથી.”

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!