વડોદરામાં PM eBus Sewa હેઠળ વધુ 30 ઈ-બસનું લોકાર્પણ, કુલ સંખ્યા 80 થઈ

વડોદરા મહાનગરપાલિકાએ PM eBus Sewa યોજના હેઠળ વધુ 30 ઈલેક્ટ્રિક બસ શરૂ કરી. હવે શહેરમાં 80 ઈ-બસ 14 રૂટ પર દોડશે. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને રાહત દરે પાસ મળશે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ‘ક્લીન સીટી, ગ્રીન સિટી’ના સંકલ્પને સાકાર કરવા માટે વધુ એક મહત્વનું ડગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની PM eBus Sewa યોજના અંતર્ગત વડોદરાને વધુ 30 નવી ઈલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે, જેનું આજે વિધિવત લોકાર્પણ કરીને રૂટ પર રવાના કરવામાં આવી હતી.

કુલ 80 ઈ-બસ 14 રૂટ પર દોડશે

અગાઉ કોર્પોરેશન દ્વારા 50 ઈ-બસ કાર્યરત કરવામાં આવી હતી. હવે આ નવી 30 બસો ઉમેરાતાં શહેરમાં કુલ ઈ-બસની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે, જે શહેરના વિવિધ 14 રૂટ પર દોડશે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર, સ્થાનિક ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે પાસ સેવા

પાલિકા તંત્રે જણાવ્યું છે કે આગામી થોડા દિવસોમાં ઈ-બસમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રાહત દરના પાસ ઇશ્યૂ કરવામાં આવશે. જૂની સિટી બસો પણ યથાવત ચાલુ રહેશે.

આગામી યોજનાઓ

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે હાલમાં ઈ-બસ અને વિટકોસ સિટી બસ મળીને 155 બસો દોડી રહી છે, પરંતુ શહેરને હજી લગભગ 100 વધુ બસોની જરૂર છે. આગામી 3 થી 4 મહિનામાં વધુ 50 નવી ઈ-બસ લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ઈ-બસોની સંખ્યા વધવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને શહેર વધુ સ્વચ્છ બનશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!