ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 56 તાલુકામાં વરસાદ, 3 તાલુકામાં 1 ઈંચથી વધુ!

હાલની સિસ્ટમ જોતાં આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

અમદાવાદ, ગુરૂવાર
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જોકે માત્ર 3 તાલુકામાં જ 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબસાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

ક્યાં કેટલો વરસાદ?
ગઈકાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જોકે, આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને ધંધા-રોજગાર પર જતા લોકોને અગવડતા પડી છે.

છેલ્લા 24 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓ
ખેરગામ તાલુકો: 1.89 ઈંચ
ધરમપુર તાલુકો: 1.77 ઈંચ
વાંસદા તાલુકો: 1.38 ઈંચ

આ ઉપરાંત અન્ય કેટલાક તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે.
ઉમરપાડા તાલુકો: 0.94 ઈંચ
વઘઈ તાલુકો: 0.63 ઈંચ
હિંમતનગર તાલુકો: 0.6 ઈંચ
મહુવા તાલુકો: 0.51 ઈંચ
ભિલોડા તાલુકો: 0.5 ઈંચ
ડાંગ-આહવા તાલુકો: 0.31 ઈંચ
ડભોઈ તાલુકો: 0.31 ઈંચ

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!