બિહારની ૨૪૩ સભ્યોની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીના તમામ પરિણામો ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી દેવાયા છે.

બિહારની ૨૪૩ સભ્યોની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીના તમામ પરિણામો ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી દેવાયા છે. સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ કુલ ૨૦૨ બેઠકો જીતીને શાનદાર વિજય મેળવ્યો છે, જ્યારે વિપક્ષી ‘INDIA’ ગઠબંધન ને માત્ર ૩૪ બેઠકો મળી છે. NDA ના મુખ્ય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ૮૯ બેઠકો જીતીને ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ (JDU) એ ૮૫ બેઠકો પર જીત મેળવી છે. અન્ય સાથી પક્ષો જેવા કે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), હિન્દુસ્તાની આવામ મોરચા, અને રાષ્ટ્રીય લોક મોરચાએ પણ નિર્ણાયક બહુમતી અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
બીજી તરફ, વિપક્ષી ગઠબંધન માટે આ ચૂંટણી મોટો આંચકો લઈને આવી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ને માત્ર ૨૫ બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ (Congress) માત્ર ૬ બેઠકો પર સમેટાઈ ગઈ છે. વિપક્ષી ગઠબંધનના આ નબળા દેખાવે ભાજપ-JDU ના વિજયને વધુ પ્રચંડ બનાવ્યો છે. અન્ય પક્ષોમાં, અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ ૫ બેઠકો જીતીને નોંધપાત્ર દેખાવ કર્યો છે, જે સીમાંચલ ક્ષેત્રમાં તેમની વધતી જતી હાજરી દર્શાવે છે. આ આંકડાઓ સ્પષ્ટપણે બિહારના જનતાનો NDA ના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવે છે.











