ગુજરાતનો નવો વહીવટી નકશો, ચૂંટણી પહેલાં 17 નવા તાલુકાને મળી શકે છે ગ્રીન સિગ્નલ!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં 15થી 17 નવા તાલુકાની રચના માટે સરકારી તંત્ર એક્ટિવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. જાણો લોકોને શું ફાયદો થશે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં એક મોટા એડમિનિસ્ટ્રેટિવ ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર લોકોની સુવિધા અને વહીવટી સરળતા માટે 15થી 17 જેટલા નવા તાલુકાઓની રચના કરી શકે છે. બુધવાર, 24 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી અને તેને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે.

ચૂંટણી પહેલાં નવા તાલુકાઓનું ગઠન
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા તાલુકાઓની રચના પાછળનો મુખ્ય હેતુ ગવર્નન્સને વધુ અસરકારક અને પબ્લિક-ફ્રેન્ડલી બનાવવાનો છે. નવા તાલુકાઓ બનવાથી લોકોને પોતાના રેવન્યુ અને અન્ય સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરીમાંથી રાહત મળશે, જેનાથી તેમના સમય અને નાણાં બંનેની બચત થશે. સરકારનું પ્લાનિંગ છે કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ નવા તાલુકાઓ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય.

વર્ષો જૂની માંગણી સંતોષાશે
રાજ્યના 33 જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાંથી લાંબા સમયથી નવા તાલુકા માટેની પબ્લિક ડિમાન્ડ હતી. આ નિર્ણયને લોકોની વર્ષો જૂની માંગણીને સંતોષવાના એક પોઝિટિવ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ સરકારે કેટલીક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનું નવું સિમાંકન જાહેર કર્યું હતું અને મહેસાણાના બહુચરાજીને નગરપાલિકાનો સ્ટેટસ પણ આપ્યો હતો. હવે આ નવા તાલુકાઓની રચના એ વહીવટી સુધારાની દિશામાં એક મોટું અને મહત્વનું પગલું સાબિત થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!