આ અઠવાડિયે OTT પર મનોરંજનનો ઓવરડોઝ: રોમાન્સ, સસ્પેન્સ અને કોમેડીથી ભરપૂર આ શોઝ મચાવશે ધૂમ

ઓટીટી પ્લેટફોર્મ પર આ અઠવાડિયે મુસાફિર કેફે, આદર્શ બાલ વિદ્યાલય અને સ્ટુઅર્ટ ફેલ્સ ટુ સેવ ધ યુનિવર્સ સહિત 11 શાનદાર વેબ સિરીઝ અને ફિલ્મો ધમાકો કરવા તૈયાર છે.

નવું અઠવાડિયું શરૂ થતાંની સાથે જ ડિજિટલ પ્લેટફોર્મ પર કંઈક નવું જોવા માંગતા ઓટીટી (OTT) લવર્સની આતુરતાનો અંત આવ્યો છે. આગામી સાત દિવસોમાં રોમાન્સ, સસ્પેન્સ, થ્રિલર અને ધમાકેદાર કોમેડીનો એવો શાનદાર મિક્સ ડોઝ આવી રહ્યો છે જે તમારી બિંજ-વોચિંગની ઈચ્છાને પૂરી કરી દેશે. 20 જુલાઈથી 26 જુલાઈ વચ્ચે નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો અને જિઓ હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઈ રહેલી ટોચની ફિલ્મો અને સિરીઝનું લિસ્ટ અહીં જોઈ શકો છો.

બેસ્ટ-સેલિંગ નોવેલ પરથી બનેલી ‘મુસાફિર કેફે
વિક્રાંત મેસી, વેદિકા પિન્ટો અને મહિમા મકવાના અભિનીત આ સિરીઝ પ્રખ્યાત લેખક દિવ્યા પ્રકાશ દુબેની બેસ્ટ-સેલિંગ હિન્દી નોવેલ પર આધારિત છે. સમયના અલગ-અલગ ચક્રમાં ફરતી આ વાર્તા એક સોફ્ટવેર એન્જિનિયર ચંદર (મેસી)ની આસપાસ વણાયેલી છે, જેની જિંદગી સુધા અને પ્રીતિ નામની બે સ્ત્રીઓ વચ્ચે અટવાઈ જાય છે. આ ઈમોશનલ અને ડ્રામાથી ભરપૂર સિરીઝ 24 જુલાઈથી નેટફ્લિક્સ પર પ્રસારિત થશે.

કે કે મેનનનો અનોખો અંદાજ: ‘આદર્શ બાલ વિદ્યાલય’
‘આદર્શ બાલ વિદ્યાલય’ એક સ્લાઈસ-ઓફ-લાઈફ ડ્રામા સિરીઝ છે, જેમાં કે કે મેનન, નવીન કસ્તુરિયા અને અર્ચના પુરન સિંહ જેવા દમદાર કલાકારો છે. વાર્તા દિલ્હીની એક જર્જરિત સરકારી શાળાના બિન્દાસ હેડમાસ્ટરની છે, જે પોતાની સ્કૂલના બાળકોની ટીમને કેમ્બ્રિજની ફુલ્લી સ્પોન્સર્ડ ટ્રિપ પર લઈ જવા મથે છે. તેમની આ જીદ આખી સિસ્ટમમાં કેવો ભૂકંપ લાવે છે તે 24 જુલાઈથી પ્રાઇમ વીડિયો પર જોવા મળશે.

સ્ટેજ પર આઝાદીનો જંગ અને હોલીવુડ કોમેડી
મલયાલમ સિનેમાના ચાહકો માટે 1950ના દાયકાની કેરળની આઝાદીની લડાઈ પર આધારિત પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘પલ્લીચટ્ટમ્બી’ 24 જુલાઈએ સોની લિવ પર આવી રહી છે. બીજી તરફ, હોલીવુડ કોમેડીના શોખીનો માટે કેવિન હાર્ટની ફિલ્મ ’72 આવર્સ’ અને જેક જોન્સનની સ્પોર્ટ્સ કોમેડી ‘દ ડિન્ક’ પણ 24 જુલાઈએ અનુક્રમે નેટફ્લિક્સ અને એપલ ટીવી પર ધમાકો કરવા તૈયાર છે.

‘ધ બિગ બેંગ થેરી’ના પાત્રોનું કમબેક
દુનિયાભરમાં લોકપ્રિય બનેલા કોમેડી શો ‘ધ બિગ બેંગ થેરી’ના પાત્રો એક નવા સાહસ સાથે પાછા ફરી રહ્યા છે. સિરીઝ ‘સ્ટુઅર્ટ ફેલ્સ ટુ સેવ ધ યુનિવર્સ’માં કોમિક બુક સ્ટોરના માલિક સ્ટુઅર્ટ બ્લૂમને મલ્ટીવર્સ બચાવવાની જવાબદારી મળે છે, કારણ કે શેલ્ડન અને લિયોનાર્ડનું એક ડિવાઇસ તૂટવાથી બ્રહ્માંડ ખતરામાં આવી ગયું છે. આ સાયન્સ-ફિક્શન કોમેડી 24 જુલાઈથી જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

રહેસ્યમય ડ્રામા અને એક્શન ફિલ્મોની લાઈન
આ ઉપરાંત, ટેક્સાસના ત્રણ પરિવારોની રાજનીતિ દર્શાવતી ‘રેન્સમ કેન્યન સીઝન 2’ (23 જુલાઈ) અને એક ગંભીર બીમારીથી પીડાતા અંડરગ્રાઉન્ડ ડેટ કલેક્ટરની એક્શનથી ભરપૂર થાઈ ફિલ્મ ‘દ ડેટ કલેક્ટર’ (23 જુલાઈ) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. જ્યારે ફ્રેન્ચ શો ‘એલિટ ફોર્સ’, સાચી ઘટના પર આધારિત ડૉક્યુ-સિરીઝ ‘દ ટોક્સિક લવ સ્ટોરી’ અને મેક્સિકન મેડિકલ ડ્રામા ‘માય ડોટર્સ ફાધર’ 22 જુલાઈથી નેટફ્લિક્સ પર જોવા મળશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!