અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલું ‘યુદ્ધ’ હવે માત્ર ડ્યુરન્ડ રેખાની સરહદ સુધી સીમિત રહ્યું નથી.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જિલ્લા ન્યાયિક સંકુલ (District Judicial Complex) નજીક થયેલા તાજેતરના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ પાકિસ્તાનના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મોટો દાવો કર્યો છે કે, દેશ આ સમયે ‘યુદ્ધની સ્થિતિમાં’ છે. તેમણે આ હુમલાને સમગ્ર રાષ્ટ્ર માટે ‘ચેતવણી’ ગણાવ્યો છે અને અફઘાનિસ્તાનના શાસકો પર નિશાન સાધ્યું છે.
આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, “અમે યુદ્ધની સ્થિતિમાં છીએ.” તેમણે વધુમાં જણાવ્યું કે જે કોઈ એમ માને છે કે પાકિસ્તાની સેના માત્ર અફઘાન-પાક સરહદ અને બલુચિસ્તાનના દૂરના વિસ્તારોમાં લડી રહી છે, તો ઇસ્લામાબાદની જિલ્લા અદાલતોની બહાર થયેલા આત્મઘાતી હુમલાને તેમણે સાવધાનીના સંકેત તરીકે સમજવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ યુદ્ધ સમગ્ર પાકિસ્તાન માટે છે.
પાકિસ્તાને આ હુમલાની સીધી જવાબદારી અફઘાનિસ્તાનના શાસકો પર નાખતા કહ્યું કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલું ‘યુદ્ધ’ હવે માત્ર ડ્યુરન્ડ રેખાની સરહદ સુધી સીમિત રહ્યું નથી.











