ઓડિશાના પારાદીપ દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ૨૪ ક્રૂ સભ્યોને લઈને જતું પનામા ફ્લેગવાળું કાર્ગો જહાજ ડૂબી ગયું છે, જેના પગલે ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઓડિશાના પારાદીપ દરિયાકાંઠેથી આશરે ૨૪૦ નોટિકલ માઈલ દૂર બંગાળની ખાડીમાં એક મોટો દરિયાઈ અકસ્માત સર્જાયો છે. પનામા ધ્વજવાળું (Panama-flagged) એક કાર્ગો જહાજ શનિવારે અચાનક ડૂબી ગયું હતું. આ જહાજ ઓડિશાથી સિંગાપોર તરફ લોહ અયસ્ક (Iron Ore) લઈને જઈ રહ્યું હતું.
ઘટના અને બચાવ કામગીરીની વિગતો
જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સ: દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ જહાજ પર કુલ ૨૪ ક્રૂ સભ્યો સવાર હતા. પ્રાથમિક અહેવાલો મુજબ તેમાં મોટાભાગના નાગરિકો ચીની હોવાનું તેમજ એક બાંગ્લાદેશી નાગરિક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળની કાર્યવાહી: ઘટનાની જાણ થતા જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ (Indian Navy) દ્વારા સંયુક્ત રીતે ત્વરિત બચાવ અભિયાન (Rescue Operation) શરૂ કરી દેવામાં આવ્યું છે.
દુર્ઘટનાસ્થળની નજીક પસાર થઈ રહેલા અન્ય જહાજોને પણ રેસ્ક્યુ કામગીરીમાં મદદ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. હાલમાં ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર લાવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે











