જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા કરી, ઉપરાષ્ટ્રપતિ સહિત નેતાઓએ શુભેચ્છા પાઠવી.

જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
PM મોદીએ શું લખ્યું?
પૂજા બાદ તેમણે લખ્યું, “ભગવાન શ્રી ગણેશ પાસે દેશભરના મારા પરિવારજનોની સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી. વિઘ્નહર્તાની કૃપાથી સૌનું કલ્યાણ થાય અને દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધતો રહે.”
ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓની શુભેચ્છા
આ અવસરે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સહિત અનેક નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ‘પ્રધાન સેવક’ તરીકે નરેન્દ્ર મોદીની યાત્રાએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે સમાવેશી વિકાસના વિઝનને રાષ્ટ્રવ્યાપી મિશનમાં પરિવર્તિત કર્યું છે.











