ફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને આ ઐતિહાસિક જીત નોંધાવી છે

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને આ ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત સાથે, ભારતીય મહિલા ટીમે વર્ષોની પ્રતીક્ષાનો અંત લાવ્યો અને દેશને ગૌરવ અપાવ્યું.
ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતની દીકરીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ જીત આવનારી પેઢીઓને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે.
વડાપ્રધાન મોદીએ લખ્યું, “ICC મહિલા વિશ્વ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમની આ શાનદાર જીત છે. ફાઇનલમાં અદ્ભુત કૌશલ્ય અને ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળ્યો. આખી ટીમે બમણી મહેનત અને જુસ્સો બતાવ્યો. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે. અમારી ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન.”











