લાલ કિલ્લા પરથી PM મોદીનો હુંકાર: ‘લોહી અને પાણી સાથે ન વહી શકે’, સિંધુ જળ સંધિને ફગાવી

79મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી PM મોદીએ સિંધુ જળ સંધિને અન્યાયી ગણાવી. પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે આ ડીલ હવે ભારતને મંજૂર નથી. જાણો શું છે સમગ્ર મામલો.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતના 79મા સ્વતંત્રતા દિવસના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતાં એક ઐતિહાસિક અને કડક સંદેશ આપ્યો હતો. તેમણે પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને એકતરફી અને અન્યાયી ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.”

“આ સંધિ ભારતને સ્વીકાર્ય નથી”
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, “આ કેવો અન્યાય છે કે ભારતમાંથી નીકળતી નદીઓ દુશ્મનની જમીનને હરિયાળી બનાવે અને મારા દેશના ખેડૂતોની જમીન તરસતી રહે. છેલ્લા 70 વર્ષથી આ સંધિને કારણે દેશના ખેડૂતોને જે નુકસાન થયું છે તે અકલ્પનીય છે. હવે આ અન્યાય ચાલશે નહીં. અમારા ખેડૂતોના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં, અમે સિંધુ જળ સંધિને સ્વીકારતા નથી.”

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સહિતના નેતાઓ આ મુદ્દે સતત નિવેદનો આપી રહ્યા છે. PM મોદીના આ સ્પષ્ટ સંદેશને પાકિસ્તાન માટે એક મોટી ચેતવણી માનવામાં આવી રહી છે.

આતંકવાદી હુમલા બાદ સરકારનું કડક વલણ
આ વર્ષે April 22ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિ પર પોતાનું વલણ કડક બનાવ્યું હતું અને તેને સ્થગિત કરી દીધી હતી. ત્યારથી, સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરશે કે સિંધુ નદીના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાનમાં ન જાય.

“ઓપરેશન સિંદૂર”ના શહીદોને સલામ
પોતાના ભાષણ દરમિયાન PM મોદીએ “ઓપરેશન સિંદૂર”ના બહાદુર સૈનિકોને પણ યાદ કર્યા અને કહ્યું કે આપણા જવાનોએ દુશ્મનોને તેમની કલ્પના બહારની સજા આપી છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 September 160ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ સંધિને “ઐતિહાસિક ભૂલ” ગણાવી હતી અને કહ્યું હતું કે તે દેશનું દુર્ભાગ્ય હતું કે આપણી નદીઓનું 80 ટકા પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું.

PM મોદીના આ ભાષણ બાદ હવે એ સ્પષ્ટ છે કે ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને ખેડૂતોના હિતોને સર્વોપરી માનીને આ દાયકાઓ જૂના કરાર પર પોતાની નીતિ બદલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!