તે સુપરહિટ ફિલ્મ ‘ક્રિશ 4’માં હૃતિક રોશનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે : આ ફિલ્મનુ શૂટિંગ આવતા વર્ષે ૨૦૨૬માં શરૂ થવાની યોજના છે

મુંબઈ, શુક્રવાર : બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લાંબા વિરામ પછી ફરીથી હિંદી સિનેમામાં પોતાની હાજરી નોંધાવવા જઈ રહી છે. તે સુપરહિટ ફિલ્મ ‘ક્રિશ 4’માં હૃતિક રોશનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રિયંકા છેલ્લે 2006માં ‘ક્રિશ’માં જોવા મળી હતી જેમાં તેણે કૃષ્ણા (હૃતિક) ની પ્રેમિકા ‘પ્રિયા’નું પાત્ર ભજવ્યું હતું. હવે, લગભગ બે દાયકાના અંતર બાદ, ફરીથી તે જ ફ્રેન્ચાઈઝીમાં તેમની વાપસી ખાસ મહત્વની ગણાશે.
આ વખતે ફિલ્મના દિગ્દર્શક પણ હૃતિક રોશન પોતે જ હશે, જે તેનાં ચાહકો માટે એક વિશેષ ઉત્સાહનો વિષય છે. ઉપરાંત, રેખા અને પ્રિતી ઝિન્ટા જેવી દિગ્ગજ અભિનેત્રીઓ પણ ફિલ્મનો ભાગ બનશે, જેના કારણે આ ફિલ્મ માટે આતુરતા વધી છે. ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષ, 2026માં શરૂ થવાની શક્યતા છે. ફિલ્મનું બજેટ ઘણું મોટું હોવાથી અને નાણાંકીય બાબતોના લીધે આ યોજના થોડા સમયથી લટકી રહી હતી.પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડની હિંદી ફિલ્મમાં કમબેકના સંકેત આપી રહી છે. એવી ચર્ચા છે કે તે ‘ક્રિશ ફોર’માં હૃતિક રોશન સાથે જોવા મળશે. આ વખતે આ ફિલ્મનું દિગ્દર્શન પણ ખુદ હૃતિક જ કરવાનો છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત રેખા તથા પ્રિતી ઝિન્ટા પણ ભૂમિકા ભજવવાનાં છે. પ્રિયંકાએ ૨૦૦૬માં રીલિઝ થયેલી ‘ક્રિશ’ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મનુ શૂટિંગ આવતા વર્ષે ૨૦૨૬માં શરૂ થવાની યોજના છે.











