ચૂંટણી પંચ સામે વિરોધ માર્ચ: દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા ગાંધીની અટકાયત, 50 સાંસદો સહિત આશરે 250 કસ્ટડીમાં

ચૂંટણી પંચ સામેની માર્ચમાં દિલ્હી પોલીસે રાહુલ-પ્રિયંકા ગાંધી અને 50 જેટલા સાંસદો સહિત આશરે 250 લોકોની અટકાયત કરી.

 

દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચ સામે ચાલી રહેલી વિરોધ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. આ ઉપરાંત વિપક્ષના આશરે 50 સાંસદો સહિત લગભગ 250 કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવાયા છે.

આકાશવાણી ભવન બહાર ધરણા
વિરોધ કૂચ દરમિયાન વિપક્ષી નેતાઓ સંસદ ભવનથી આગળ વધી આકાશવાણી ભવન પાસે પહોંચ્યા હતા. પોલીસે કડક બેરિકેડિંગ કરી તેમને આગળ વધતા અટકાવ્યા. તેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રસ્તા પર જ ધરણા પર બેસી ગયા. તેમની સાથે ‘ભારત’ ગઠબંધનના મોટી સંખ્યામાં સાંસદો પણ જોડાયા હતા.

પોલીસે હટાવીને કસ્ટડીમાં લીધા
પરિસ્થિતિ તંગ બનતાં સુરક્ષા દળો તાત્કાલિક સક્રિય થયા. દિલ્હી પોલીસે આકાશવાણી ભવન બહારથી ધરણા કરી રહેલા નેતાઓને હટાવવાનું શરૂ કર્યું. અહેવાલ મુજબ પોલીસે બળપ્રયોગ કરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓને પોલીસ વાહનોમાં બેસાડ્યા. તેમ છતાં કાર્યકરોએ કેન્દ્ર સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. આ ઘટના બાદ નવી દિલ્હી વિસ્તારમાં પોલીસ છાવણી જેવો માહોલ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!