ભાવનગરના ત્રાપજ નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અલંગ શિપબ્રેકિંગ યાર્ડના 5 કર્મચારીઓનાં મોત

ભાવનગરના ત્રાપજ નજીક ટ્રેલર-કાર અકસ્માતમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડના 5 કર્મચારીઓનાં ઘટનાસ્થળે મોત, પોલીસ તપાસ ચાલુ.

ભાવનગર જિલ્લામાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ત્રાપજ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ એક વિશાળ ટ્રેલર અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ, જેમાં 5 લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડનો સ્ટાફ ભોગ બન્યો
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાંચેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડ સાથે જોડાયેલા હતા. તેઓ અલંગના કોઈ બે પ્લોટનો સ્ટાફ હોવાનું હાલ જાણવા મળ્યું છે.

પોલીસ ઘટનાસ્થળે
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને સ્થાનિક પોલીસને પણ તુરંત જાણ કરાઈ. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ ચાલી રહી છે, અને મૃતકોના પરિજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!