ગાંધીનગર અને અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘો મૂશળધાર

હવામાન વિભાગની આગાહી બાદ ગાંધીનગર અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાવોલ, સરગાસણ, રાયસણ અને પેથાપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં આખરે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. લાંબા સમયથી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સવારથી જ આ બંને શહેરોમાં વેધરમાં ચેન્જ જોવા મળ્યો હતો, અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો.

સૂત્રો અનુસાર, ગાંધીનગરના વાવોલ, સરગાસણ, રાયસણ, અને પેથાપુર જેવા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ઘણાં દિવસોથી ખેડૂતો અને સામાન્ય જનતા ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે.

બીજી બાજુ, અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા. આ વરસાદ ભલે હળવો હોય, પરંતુ તે મોન્સૂનના રિએક્ટિવનો સંકેત આપી રહ્યો છે. વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

નિષ્ણાતોનું માનવું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!