રખિયાલ પોલીસે જુગાર રમતા 4 આરોપીઓની કરી ધરપકડ; 10,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

રખિયાલ પોલીસે રામપુરા ગામમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 4 આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 10,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દહેગામ, રવિવાર
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ, જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે રખિયાલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે, મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ રખિયાલ પોલીસ સ્ટેશનના સ્ટાફે એક સફળ રેડ પાડી છે.

શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસમાં, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલજી પુંજાજી અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અરવિંદસિંહને ખાનગી બાતમી મળી હતી. બાતમી પ્રમાણે, રામપુરા ગામમાં ખોડિયાર માતાના મંદિર નજીક કેટલાક લોકો પાના-પત્તા વડે જુગાર રમી રહ્યા હતા.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે જુગાર રમતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓની ઓળખ પરબતજી અમરાજી ઠાકોર ઉંમર 55, જયંતીજી બબાજી ઠાકોર ઉંમર 45, દશરથજી અમરાજી ઠાકોર ઉંમર 50 અને કિશનકુમાર ગોવિંદજી ઠાકોર ઉંમર 35 તરીકે થઈ છે. આ 4 આરોપીઓ રામપુરા, સાંપા, તા. દહેગામ, જી. ગાંધીનગરના રહેવાસી છે.

પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ 10,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 9,600 રૂપિયા રોકડા, 650 રૂપિયા દાવ પર અને 52 ગંજીપાનાનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!