રખિયાલ પોલીસે જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા, રૂ. 3.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

મોજે જીંડવા ગામની સીમમાં બોરકૂવાની ઓરડી પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર રખિયાલ પોલીસનો દરોડો : રોકડ રૂ. 10,420, દાવ પરથી રૂ. 1,150 અને ત્રણ પાના પત્તાની ગંજી સહિત કાર કબજે કરી કાર્યવાહી

રખિયાલ, શુક્રવાર : ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન રખિયાલ પોલીસે જીંડવા ગામની સીમમાં દરોડો પાડી પાના પત્તાથી હારજીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. 3,11,570નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી અને દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈન દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે રખિયાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ગોયલ દ્વારા પોલીસ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા તેમજ જુગારની પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે જીંડવા ગામની સીમમાં મહેશ ખોડિદાસ ઠાકોરના બોરકૂવાની ઓરડી પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ અહીં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે હારજીતનો જુગાર રમી રહ્યા હતા.

પોલીસે દરોડા દરમિયાન વિક્રમસિંહ લાલસિંહ ઝાલા, પૃથ્વીસિંહ બાદરસિંહ પરમાર, દિપસિંહ પ્રતાપસિંહ સોલંકી, વિનોદકુમાર હરગોવિંદભાઈ પટેલ, ભાવેશકુમાર જીતુલાલ વાઘરી અને કિરણસિંહ વજેસિંહ રાઠોડ સહિત કુલ 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ. 10,420 રોકડા, દાવ ઉપરથી રૂ. 1,150 રોકડા, ત્રણ પાના પત્તાની ગંજી તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન રૂ. 3 લાખની કિંમતની કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ કુલ રૂ. 3,11,570નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કાર્યવાહી કરનાર પોલીસ ટીમ

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ગોયલ, એ.હે.કોન્સ. હર્ષદકુમાર છબાભાઈ, અ.પો.કોન્સ. વિરેન્દ્રસિંહ રજવંતસિંહ, અ.પો.કોન્સ. અનિલકુમાર વેકટલાલ, અ.પો.કોન્સ. વિજયસિંહ ગુલાબસિંહ રાઠોડ, અ.હે.કોન્સ. ઉમેદસંગ કરશનજી, અ.પો.કોન્સ. તેજુસિંહ રમણસિંહ અને અ.પો.કો. જગદીપસિંહ અરવિંદસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

આ ગામના વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા

વિક્રમસિંહ લાલસિંહ ઝાલા, ઉ.વ. 24, રહે. ઉંટેરડા ગામ, રામજી મંદિરની બાજુમાં, તા. બાયડ, જિ. અરવલ્લી
પૃથ્વીસિંહ બાદરસિંહ પરમાર, ઉ.વ. 46, રહે. ઉંટેરડા ગામ, રામજી મંદિરની બાજુમાં, તા. બાયડ, જિ. અરવલ્લી
દિપસિંહ પ્રતાપસિંહ સોલંકી, ઉ.વ. 24, રહે. જોડવા ગામ, તા. દહેગામ, જિ. ગાંધીનગર
વિનોદકુમાર હરગોવિંદભાઈ પટેલ, ઉ.વ. 38, રહે. ઉંટેરડા ગામ, રામજી મંદિરની બાજુમાં, તા. બાયડ, જિ. અરવલ્લી
ભાવેશકુમાર જીતુલાલ વાઘરી, ઉ.વ. 22, રહે. ઉંટેરડા ગામ, રામજી મંદિરની પાછળ, તા. બાયડ, જિ. અરવલ્લી
કિરણસિંહ વજેસિંહ રાઠોડ, ઉ.વ. 32, રહે. ઉંટેરડા ગામ, રામજી મંદિરની પાછળ, તા. બાયડ, જિ. અરવલ્લી

 

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!