હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ૭૨ કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધશે, જે ખેતી માટે આશીર્વાદરૂપ બની રહેશે.

ગુજરાતમાં ચોમાસાના વિલંબ અને મોન્સૂન બ્રેકની સ્થિતિ વચ્ચે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદની ખેંચ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી 72 કલાકમાં વરસાદનું જોર વધશે
-
૨૪ કલાકની આગાહી: અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
-
૭૨ કલાકનો વરસાદી રાઉન્ડ: સમય જતાં વરસાદની તીવ્રતા વધશે અને આવનારા ૭૨ કલાકમાં રાજ્યમાં વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
-
કચ્છ અને સૌરાષ્ટ્રની સ્થિતિ: પશ્ચિમ સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. નિષ્ણાંતોના મતે, આ વરસાદી પાણી હાલ કૃષિ પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.











