સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક કાળજુ કંપાવનારી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક કાળજુ કંપાવનારી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. Surat Olpad Bridge Accidentમાં એક જ બાઈક પર સવાર ચાર યુવકો રેલવે ઓવરબ્રિજની સેફટી વોલ સાથે ધડાકાભેર અથડાતાં 50 ફૂટથી વધુ ઊંડાણમાં નીચે ખાબક્યા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર સ્થિતિમાં છે. Surat Olpad Bridge Accidentની વિગતો મુજબ, કીમ પાસે આવેલા કુડસદ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી મોડી રાત્રે ચાર યુવકો એક બાઈક પર પસાર થઈ રહ્યા હતા. બાઈકચાલકે ઝડપે જતી બાઈકનો કાબૂ ગુમાવી દીધો હતો, પછી બાઈક સુરક્ષા દિવાલ સાથે જોરથી અથડાઈ અને ચારેય ફંગોળાઈને નીચે પટકાયા હતા.
જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા. ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કીમ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને તપાસ હાથ ધરી છે. ગંભીર ઈજાગ્રસ્તની સ્થિતિ સુધરે પછી તેનું નિવેદન નોંધવામાં આવશે.
એકસાથે ત્રણ આશાસ્પદ યુવકોના અકાળે મોતથી સમગ્ર ઓલપાડ પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો છે. પોલીસ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.









